હળવદ સમાજ સુરક્ષા ફાઉન્ડેશન દ્વારા ૩૦૦૦ તુલસીના રોપનુ વિતરણ કરાયું
(તસ્વીર ઃ જીજ્ઞેશ રાવલ, હળવદ) સમાજ સુરક્ષા ફાઉન્ડેશન હળવદ દવારા સંસ્થાના ફાઉન્ડર-ડાયરેક્ટર રક્ષા મેહતાની આગેવાનીમા હળવદ શહેરની સોસાયટીઓ સહીત સમગ્ર શહેરની શેરી ગલીઓ ફરી ૩૦૦૦ તુલસી અને અરડૂસીના રોપનુ વિતરણ કરવામા આવ્યુ હતુ.આ સેવાયજ્ઞમા હળવદ નગરપાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલ, વન વિભાગ અને વન વિભાગ અધિકારી જાડેજા,વાઘેલાનો સહકાર મળેલ હતો.
શહેરના છેવાડાના આનંદ બન્ગલોઝ થી વિતરણની શરૂ કરી, સાનિધ્ય બન્ગલોઝ,વૃન્દાવન પાર્ક, સિધ્ધિ વિનાયક,આલાપ, હરિદર્શન, આનંદ પાર્ક, રુદ્રવન,સ્વામી નારાયણ પાર્ક, રૂક્ષ્મણી પાર્ક, ગાયત્રી માતાના મંદિરનો વિસ્તાર, પાંજરાપોળ વિસ્તાર, વકીલ શેરી,શર્મા ફળી ,આમ્બલી નીચે, લક્ષ્મીનારાયણ ચોક,સોનીવાડ વિસ્તારમા ૩૦૦૦ રોપનુ વિતરણ કરવામા આવ્યુ હતુ.
શ્રી વૈજનાથ મહાદેવ મંદિર, શ્રી દંતેશ્વર મહાદેવ મંદિર,શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમા મંદિર અને દર્શનાર્થીઓ માટે રોપ આપવામા આવેલ હતા.જેમા હળવદની ટીમ, હિનેષ અગ્રાવત, હરુભા ઝાલા, શિવમ જાની,પ્રભુભાઈ ચૌહાણ,વિજયભાઈ શુક્લા,ધવલદાન ગઢવી,ફ્રેન્ડસ યુવા સેવા ગૃપ ના અજજુભાઇ,સંજયભાઈ માળી, ઓવિશ પટેલ,મયુર ગાંધી,જયદીપ પટેલ એ ખુબ મહેનત કરી આ આયોજનને સફળ બનાવ્યુ હતુ.*