Western Times News

Gujarati News

ભીમપુરાના અમન રેસીડેન્સીના રહીશોને પીવાનું પાણી ના મળતા મામલતદારને આવેદનપત્ર

પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાના ભીમપુરા ગામના અમન રેસિડેન્સી સોસાયટીના રહીશો દ્વારા આજ રોજ પીવાના પાણી માટે મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી તેમજ ભીમપુરા ગામના તલાટીને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર આમોદના ભીમપુરા રોડ પર આવેલ અમન રેસિડેંસી સોસાયટીના રહીશો દ્વારા સ્વખર્ચે વપરાશ માટે પાણીનો બોર તેમજ ઓવરહેડ ટાંકી બનાવેલ છે

જેનાથી સોસાયટીમાં વપરાશના પાણીનો ઉપયોગ કરે છે.અગાઉ અમન રેસિડેન્સીના રહીશો દ્વારા વર્ષ ૨૦૧૪ માં મીઠા પાણી માટે ભીમપુરા ગામ પંચાયતને રૂપિયા ૬૦૦૦૦ ભરપાઈ કરી પીવાના મીઠા પાણી માટેની માંગણી કરી હતી.

પરંતુ જે માંગણી આજ દિન સુધી પૂર્ણ ના થતાં આજ રોજ રહીશો દ્વારા આમોદ મામલતદાર ડૉ.જે.ડી પટેલને તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત પૂર્ણ કરવા માટે આવેદનપત્ર આપ્યું હતું.તેમજ પાણી અંગેની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આમરણાંત ઉપવાસ ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.