વર્ષમાં શહેરવાસીઓએ ૫૧ કરોડનો માસ્કનો દંડ ચૂકવ્યો
અમદાવાદ: ગુજરાત સરકારે મંગળવારે માસ્ક ન પહેરવા બદલનો દંડ ૧૦૦૦ રૂપિયાથી ઘટાડીને ૫૦૦ રૂપિયા કરવાનો પ્રસ્તાવ રાખ્યો હોવા છતાં, છેલ્લા એક વર્ષના આંકડાઓનું વિશ્લેષણ સૂચવે છે કે રાજ્ય કેવી રીતે ચૂંટણી અને તહેવારો પર માસ્ક દંડ વસૂલવામાં કેવી રીતે નરમ છે. અમદાવાદ શહેર પોલીસના આંકડા પ્રમાણે, ૧ જૂન ૨૦૨૦થી ૧ જૂન ૨૦૨૧ની વચ્ચે માસ્ક ન પહેરવા બદલ ૬.૪૬ લાખ લોકોએ ૫૧.૬૨ કરોડ રૂપિયાનો દંડ ચૂકવ્યો હતો. જુલાઈ ૨૦૨૦માં જ્યારે કોવિડની સ્થિતિ સુધરી રહી હતી
ત્યારે સૌથી વધુ ૧.૨૦ લાખ લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં સુઓ-મોટો અરજી પર સુનાવણી ચાલી રહી હોવાથી, પોલીસ માસ્ક દંડ વસૂલવામાં લોકો પર કડક લાગી રહી હતી. આ જ મહિનામાં, ૧૨મી જુલાઈએ ગુજરાત સરકારે માસ્કના દંડની રકમ ૨૦૦ રૂપિયાથી વધારીને ૫૦૦ રૂપિયા કરી દીધી હતી. કેસ ઓગસ્ટમાં ઘટીને માત્ર ૧૩,૧૧૦ થઈ ગયા હતા, પરંતુ રાજ્ય સરકાર દ્વારા દંડની રકમ ૫૦૦ રૂપિયાથી વધારીને ૧૦૦૦ રૂપિયા કરી દેવામાં આવી હતી, જ્યારે હાઈકોર્ટમાં અરજીની સુનાવણી ચાલી રહી હતી.
આ એ સમય હતો, જ્યારે તહેવારોની ઉજવણી કરવામાં આવી હતી અને પોલીસે લોકો પ્રત્યે કૂણું વલણ દાખવ્યું હતું, તેમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. તહેવારો બાદ ઓગસ્ટ ૨૦૨૦માં શહેરમાં ફરીથી કોવિડ-૧૯ના કેસ વધવાના શરૂ થઈ ગયા હતા. ઓક્ટોબરમાં, શહેરમાં માસ્ક ઉલ્લંઘનના ૪૫,૬૩૬ કેસ નોંધાયા હતા જે નવેમ્બરમાં ઘટીને ૨૬,૨૦૭ થઈ ગયા હતા. આ એ સમય હતો જ્યારે ચૂંટણીની ચર્ચા થઈ રહી હતી.
નવેમ્બર અને ડિસેમ્બરના મધ્યમાં કેસ વધ્યા બાદ, પોલીસે માસ્ક ઉલ્લંઘનનો બીજાે સૌથી મોટો આંકડો વસૂલ્યો હતો, જે ૧.૦૪ લાખ હતો. ફેબ્રુઆરી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મહિનામાં શહેર પોલીસે અત્યારસુધીના સૌથી ઓછા માસ્ક ઉલ્લંઘનના ૭,૯૨૫ કેસ નોંધ્યા હતા. પરંતુ, એપ્રિલમાં કોવિડ-૧૯ના કેસ વધવાનું શરૂ થતાં અને લોકો મહામારીની બીજી લહેરના ભોગ બનતાં, પોલીસે માસ્ક નિયમનો કડક અમલ કર્યો હતો. એપ્રિલમાં માસ્ક ઉલ્લંઘનના ૫૨,૩૧૧ જ્યારે મે ૨૦૨૧માં ૫૬,૭૨૫ કેસ નોંધાયા હતા.