નીતીશ વડાપ્રધાનની ખુરશીના દાવેદાર છે :જદયુ ધારાસભ્ય
પટણા: બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારના નેતૃત્વમાં ભાજપ અને જદયુ ગઠબંધધનની સરકાર ચાલી રહી છે આ દરમિયાન જદયુના ધારાસભ્ય ગોપાલ મંડલે એવું નિવેદન આપ્યું છે જેનાથી સાથી પાર્ટી ભાજપના નેતા નારાજ થઇ શકે છે. જદયુ ધારાસભ્યે કહ્યું કે નીતીશકુમાર વડાપ્રધાન પદના દાવેદાર છે.
પોતાના વિવાદિત નિવેદનોને લઇ ચર્ચામાં રહેતા બિહારના ભાગલપુરથી જદયુના ધારાસભ્ય ગોપાલ મંડલે કહ્યું કે મુખ્યમંત્રી નીતીશ કુમારની અસલી ખુરશી દિલ્હીમાં છે અને તે પીએમ મટેરિયલ છે.આ સાથે ગોપાલ મંડલે કહ્યું કે ભવિષ્યમાં કોંગ્રસ અને રાજદમાં તુટ થશે અને તેના બળવાખોર નેતા જદયુમાં સામેલ થશે તેનાથી પાર્ટીને શક્તિ મળશે અને અમે ભાજપને ટકકર આપીશું ત્યારબાગ અમારા નેતા નીતીશકુમાર વડાપ્રધાન પદનો દાવો કરશે
દરમિયાન દિલ્હી પહોંચેલા બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે લોજપામાં થયેલ તુટ પર કહ્યું કે લોજપામાં તુટ તેનો આંતરિક મામલો છે તેમણે ઇશારામાં ચિરાગ પાસવાન પર નિસાન સાધતાં કહ્યું કે કેટલાક લોકો પબ્લિસિટી લેવા માટે જદયુની વિરૂધ્ધ બોલી રહ્યાં છે આથી તે આ મામલા પર કોઇ પ્રતિક્રિયા આપવા માંગતા નથી
મુખ્યમંત્રીએ કહ્યું કે તે ફકત પોતાની આંખની સારવાર માટે દિલ્હી આવ્યા છે તે તાકિદે તેના માટે ડોકટરને મળશે તેમની આંખમાં ગત કેટલાક સમયથી સમસ્યા હતી અને તેઓ તેની સારવાર અને ચેકઅપ માટે દિલ્હી આવ્યા છે તેમણે એ પણ કહ્યું કે તેમની આ યાત્રા કેબિનેટ વિસ્તારથી કોઇ લેવા દેવા નથી તેમણે કહ્યું કે તેમની વડાપ્રધાન મોદી સાથે મુલાકાતને લઇ કોઇ વાત નથી