પૂર્વ વડાપ્રધાન દેવગૌડાએ માનહાનિના કેસમાં બે કરોડ રૂપિયા ચૂકવવા પડશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/advt-western-2021b-1024x696.jpg)
બેંગ્લુરુ: ભૂતપૂર્વ વડાપ્રધાન દેવગૌડાએ માનહાનિના કેસમાં બે કરોડ ચૂકવવા પડશે. બેંગ્લોરની એક કોર્ટે ૨૦૧૧ના કેસના સંદર્ભમાં ચુકાદો આપતા દેવગૌડાએ આ ચૂકવણી કરવાની આવી છે.
કોર્ટે દેવગૌડાને ૨૦૧૧ના કેસમાં એક ટીવી મુલાકાતમાં નંદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોરિડોર એન્ટરપ્રાઇઝિસ (એનઆઇસીઇ) સામે કરેલી અપમાનજનક ટિપ્પણી માટે બે કરોડ રૃપિયાની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો છે. આ પ્રકારનો આદેશ તેવા રાજકારણીઓ માટે પદાર્થપાઠ છે જે કોઈપણ પ્રકારના તથ્ય વગર ખાનગી ક્ષેત્રની કંપનીઓ પર આરોપ મૂકે છે.
એનઆઇસીઇના પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર અશોક ખેની છે,
જે બિદર દક્ષિણના ભૂતપૂર્વ વિધાનસભ્ય પણ છે. ૨૮ જૂન ૨૦૧૧ના રોજ ગૌડા ગર્ઝનના શીર્ષક હેઠળ એક કન્નડ સમાચાર ચેનલ પર પ્રસારિત કાર્યક્રમને ટાંકીને ગૌડાને કોર્ટે બે કરોડની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો. તેમા કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના લીધે કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન થયું હતું.
વાસ્તવમાં જેડીએસના વડાએ એનઆઇસીઇની એક યોજના અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને તેને લૂંટ કહી હતી. કોર્ટે જાેયું કે આ યોજનાને કર્ણાટક હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં જાળવી રાખી છે. કોર્ટે ૧૭ જુનના આદેશમાં જણાવ્યું હતું કે કંપની દ્વારા શરુ કરવામાં આવેલી યોજના મહાકાય યોજના છે, તે કર્ણાટકના હિતમાં છે. જાે ભવિષ્યમાં પણ આ પ્રકારના અપમાનજનક નિવેદનો કરવાની છૂટ આપવામાં આવતી રહી તો નિશ્ચિત રૃપે હાલમાં મોટી યોજના શરુ કરવામાં વિલંબ થઈ શકે છે. આથી કોર્ટને લાગે છે કે પ્રતિવાદીના નિવેદનો પર અંકુશ લગાવવા માટે આ પ્રકારનો ચુકાદો આપવો જરુરી છે.