માત્ર ૫ કિલો અનાજના પૈસા ચૂકવી ૧૦ કિલો અનાજ મળશે
નવીદિલ્હી: કેબિનેટ મિટિંગમાં આજે સીઆરડબ્લ્યુસી અને સીડબ્લ્યુસીના જાેડાણને આજે મંજૂરી આપી દેવામાં આવી છે. આ સાથે જ મફત અનાજ વિતરણની યોજનાને નવેમ્બર સુધી આપવાના ર્નિણયને પણ મંજૂરી મળી ગઈ છે. જેનાથી ૮૦ કરોડ લોકોને ફાયદો થશે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસની બીજી લહેરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાશન કાર્ડ ધારકોને દિવાળી સુધી ૫ કિલો મફતમાં અનાજ મળશે. કેબિનેટ મિટિંગમાં આજે ઝ્રઇઉઝ્ર અને ઝ્રઉઝ્રના જાેડાણને આજે મંજૂરી આપી દેવામાં આવી છે. જેના કારણે ટેકસ ઘટાડવામાં પણ મોટી મદદ મળશે. લગભગ સરકારને વાર્ષિક ૫ કરોડ રૂપિયાનો ફાયદો થશે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાશન કાર્ડ ધારકોને દિવાળી સુધી ૫ કિલો મફતમાં અનાજ મળશે. આ યોજનામાં ગત વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા ૯૦,૦૦૦ કરોડ રૂપિયાથી પણ વધૂનોમ ખર્ચ કરવામાં આવ્યો હતો. જાે હવે આમાં છેલ્લા ત્રણ મહિનાનોમ ખર્ચ પણ ઉમેરવામાં આવે તો લગભગ આ આંકડો દોઢ લાખ કરોડ રૂપિયા થઈ જાય છે.
ગયા વર્ષેજ્યારે પહેલું લોકડાઉન આપવામાં આવ્યું ત્યારે થોડા જ દિવસો બાદ આ યોજના શરૂ કરવામાં આવી હતી. જેના કારણે દેશમાં લગભગ ૮૧ કરોડ લોકોને એપ્રિલ, મે અને જૂન મહિનામાં મફત અનાજ આપવામાં આવ્યું હતું.
દિવાળી સુધી ૫ કિલો મફતમાં અનાજ મળશે, જેમાં એક સભ્ય પર દિવાળી સુધી ૧૦ કિલો અનાજ મળશે. આ યોજના અંતર્ગત ૧૦ કિલો અનાજમાંથી માત્ર ૫ કિલો અનાજના પૈસા ચૂકવવાના રહેશે અને ૫ કિલો અનાજ મફતમાં મળશે.
એટલે કે ચાર સભ્યોના નામ વાળા રાશન કાર્ડ પર ૨૦ કિલો અનાજ મફતમાં આપવામાં આવશે. એટલે કે ૪૦ કિલો અનાજમાંથી માત્ર ૨૦ કિલો અનાજના જ પૈસા ચૂકવવાના રહેશે અને ૨૦ કિલો અનાજ મફતમાં મળશે.