Western Times News

Gujarati News

યુકેની કોર્ટે નીરવ મોદીની પ્રત્યાર્પણ અંગેની અપીલ અરજી ફગાવી દીધી

લંડન: બ્રિટનની કોર્ટથી ભારતના ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીને મોટો ઝટકો લાગ્યો છે. યૂકે હાઈકોર્ટે બુધવારે નીરવ મોદીની ભારત પ્રત્યર્પણ વિરુદ્ધ અપીલ કરવાની અરજીને નકારી દીધી છે. તો પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ અને ભાગેડુ કારોબારી વિજય માલ્યાની બંધ થઈ ચુકેલી કિંગફિશર એરલાયન્સ સાથે જાેડાયેલા છેતરપિંડીના મામલામાં બેન્કોને થયેલા નુકસાનને ૪૦ ટકા પૈસા મની લોન્ડરિંગ વિરોધી કાયદો (પીએમએલે) હેઠળ જાેડાયેલા શેરોને વેચી પ્રાપ્ત કરી લેવામાં આવ્યા છે. ઈડીએ બુધવારે આ વાત કહી છે.

હાઈકોર્ટમાં અરજી આપી ભાગેડુ હીરા કારોબારીએ કહ્યું હતું કે તે ભારતમાં પોતાના પ્રત્યર્પણ વિરુદ્ધ અદાલતમાં અપીલ કરવા ઈચ્છે છે. પરંતુ અદાલતે તેની અરજી નકારી નીરવ મોદીને ઝટકો આપ્યો છે. હવે નીરવ મોદી અદાલતમાં પોતાના પ્રત્યર્પણ વિરુદ્ધ અરજી કરી શકશે નહીં. હાઈકોર્ટના જજે અપીલ માટે અદાલતમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજાે પર ર્નિણય કર્યો અને નક્કી કર્યું કે, છેતરપિંડી અને મની લોન્ડ્રિંગના આરોપોનો સામનો કરવા માટે મોદીના પ્રત્યર્પણના પક્ષમાં વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના ફેબ્રુઆરીના ચુકાદા વિરુદ્ધ અપીલ કરવાનો કોઈ આધાર નથી.

નીરવ મોદી પર પંજાબ નેશનલ બેન્કને ૧૪ હજાર કરોડથી વધુનો ચુનો લગાવવાનો આરોપ છે. આરોપ લાગ્યા બાદ ફરાર નીરવ મોદીએ પાછલા મહિને લંડન હાઈકોર્ટમાં ભારતમાં પોતાના પ્રત્યર્પણ વિરુદ્ધ અપીલ દાખલ કરી હતી. ૧૫ એપ્રિલ, ૨૦૨૧ના યૂકેની ગૃહ સચિવ પ્રીતિ પટેલે આદેશ આપ્યો હતો કે ૫૦ વર્ષના નીરવ મોદીને ભારતને સોંપી દેવામાં આવે. ૧૯ માર્ચ, ૨૦૧૯ના લંડનમાં ધરપકડ થયા બાદ નીરવ મોદી ઉટ્ઠહઙ્ઘર્જુિંર જેલમાં કેદ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.