અમિત શાહ બાદ હવે રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી શકે છે
અમદાવાદ: કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી એક દિવસ માટે ગુજરાત આવી શકે છે. મોદી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરાઈ હતી તે સંદર્ભે રાહુલ ગાંધી સામે ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. જેના લીધે કોર્ટમાં હાજર રહેવા રાહુલ ગાંધી સુરત આવી શકે છે. જાે કે, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ સહિતના નેતાઓ રાહુલ ગાંધીને આવકારવા સુરત જશે. રાહુલ ગાંધીના સુરત આવવાનું આજ બપોર સુધી નક્કી થઈ શકે છે. સુરત કોર્ટમાં હાજર રહ્યા બાદ રાહુલ ગાંધી સીધા પરત દિલ્હી જશે. રાહુલ ગાંધી ઘણાં લાંબા સમય બાદ ગુજરાત આવી રહ્યાં છે.
અત્રે નોંધનીય છે કે, સુરતમાં કોર્ટ કેસમાં જુબાની આપવા તેઓ સુરત આવી શકે છે. ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે કેસ કર્યો હતો. બધા મોદી ચોર હોવાના નિવેદન અંગે ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદ પક્ષની જુબાની પૂર્ણ થઇ ચુકી છે. ત્યારે હવે આરોપી પક્ષે રાહુલ ગાંધીની જુબાની લેવાશે.
ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવેલી ફરિયાદને સ્વીકારતા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.એચ.કાપડિયાએ રાહુલ ગાંધીને સમન્સ જાહેર કર્યું હતું. સુરત પશ્ચિમના ધારાસભ્યએ કરેલી ફરિયાદમાં તેઓએ રાહુલ ગાંધી પર આરોપ મુકતા કહ્યું હતું કે, ‘બધા ચોરની અટક મોદી કેમ હોય છે. આવું નિવેદન આપીને તેમણે સમગ્ર મોદી જ્ઞાતિનું અપમાન કર્યું છે.’