Western Times News

Gujarati News

મ્યુનિ.વ્હીકલટેક્ષ વિભાગમાં રૂા.ર૩૪ કરોડનું કૌભાંડ

ઓનલાઈન રજીસ્ટર્ડ થયેલ ર૭ લાખ વાહનોના ટેક્ષની વસુલાત થઈ નથી

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકનો મુખ્ય આધાર પ્રોપર્ટી, પ્રોફેશનલ અને વ્હીકલ ટેક્ષ પર છે. જેમાં મિલ્કતવેરાની અંદાજિત આવક લગભગ નિશ્ચિત હોય છે.જયારે વ્હીકલ ટેક્ષની આવક આધાર વાહનોના રજીસ્ટ્રેશન પર હોય છે. આરટીઓ ખાતે જે વાહનોના રજીસ્ટ્રેશન થાય છે. તેના આધારે વ્હીકલટેક્ષની આવક થાય છે. પરંતુજે વાહનોના ઓનલાઈન રજીસ્ટ્રેશન થતા હોય છે.

તેવા વાહનોના ટેક્ષ વસુલાતમાં કોર્પોરેશન નિષ્ક્રીય સાબિત થયું છે. એક અંદાજ મુખ્ય અમદાવાદ આરટીઓ ઓફીસ ખાતે દર વરસે દોઢ થી બે લાખ વાહનોના રજીસ્ટ્રેશન થાય છે. આ વાહનો પાસેથી નિયત કરવામાં વ્હીકલ ટેક્ષ તથા ટોકન ફી વસુલ કરવાની રહે છે. મ્યુનિ. વ્હીકલટેક્ષના અધિકારીઓ રજીસ્ટ્રેશન મુજબ વેરો વસુલ વસુલ કરતા નથી. જેના પરીણામે તંત્રને વરસે-દહાડે કરોડો રૂપિયાનું આર્થિક નુકશાન થાય છે. એક ચોકાવનારા રીપોર્ટ મુજબ ર૦૦૯થી ર૦૧૧ સુધીના સમયગાળા દરમ્યાન અધિકારીઓની બેદરકારી કે ગેરરીતિના પરીણામે મનપાએ રૂા.ર૩પ કરોડની આવક ગુમાવી છે. જેને એક કૌભાંડ તરીકે જ જાેવામાં ગુમાવી છે. જેને એક કૌભાંડ તરીકે જ જાેવામાં આવી રહયું છે.

રાજય સરકારે ર૦૦૬ની ના વર્ષમાં કરેલ પરીપત્ર મુજબ મ્યુનિ. કોર્પોરેશન તેની જુની હદ નવ સમાવિષ્ટ ૧૭ નગરપાલિકા અને ૩૦ ગ્રામપંચાયતનો ના વિસ્તારમાં ખરીદ કરવામાં આવેલ તમામ વાહનોનો ટેક્ષ વસુલ કરવાની સતા આપી હતી. મ્યુનિ. કોર્પોરેશને એપ્રિલ ર૦૦૮ માં વ્હીકલ ટેક્ષના દર જાહેર કર્યા હતા. જે મુજબ દ્વિ-ચક્રી વાહનોના રૂા.એક હજાર ઓટોરીક્ષાના ૧ર૦૦, લોડીગ રીક્ષા માટે રૂા.૧પ૦૦,મોટરકાર તથા જીપ ના રૂા.ર૦૦૦, મેટાડોર-મીનીબસ માટે રૂા.પાંચ હજાર, ટ્રક તથા મોટી બસ માટે રૂા.આઠ હજાર અને પેસેન્જર બસ માટે પણ રૂા.આઠહજાર આજીવન વ્હીકલ ટેક્ષ નકકી કર્યો હતો.

જે તે વાહન પર લગાવવા માટે “ટોકન” તૈયાર કર્યા હતા. જેના માટે રૂા.રપ અલગથી લેવામાં આવતા હતા. ર૦૦૯થી ર૦૧૧ ના સમયગાળા દરમ્યાન અમદાવાદની પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરી ખાતે ૭૮લાખ વાહનોના રજીસ્ટ્રેશન થયા હતા. જેમાં ટ્રાન્સપોર્ટ વાહનોની સંખ્યા ૮.૭પ લાખ અને નોન ટ્રાન્સપોર્ટ વાહનોની સંખ્યા ૬૯.૩૦ લાખ હતી. જયારે આ રજીસ્ટ્રેશનમાં ર૭ લાખ વાહનોના ઓનલાઈન રજીસ્ટ્રેશન થયા હતા. મ્યુનિ. વ્હીકલટેક્ષ ખાતાએ આરટીઓ કચેરી ખાતે જે વાહનોના રજીસ્ટ્રેશન થયા હતા. તે પૈકી કોર્પોરેશને ત્રણ વર્ષમાં માત્ર ૬ લાખ હજાર વાહનો પાસેથી જ વેરા ની વસુલાત કરી હતી. જયારે ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં રૂા.ર૩પ કરોડનું કૌભાંડ થયું હોવાના અહેવાલ જાહેર થયા છે.

અમદાવાદ મિશન આરટીઓ ઓફીસ ખાતે ર૦૦૯થી ર૦૧૧ ના સમયગાળા દરમ્યાન ર૭ લાખ વાહનોના ઓનલાઈન રજીસ્ટ્રેશન થયા હતા. જેમા દ્વિ-ચક્રી વાહનોની સંખ્યા ર૦ લાખ હતી. જયારે ઓટોરીક્ષા૧.૪૦ લાખ મોટરકાર તથા જીપ ની સંખ્યા ૪.૩૦ લાખ અને ટ્રકની સંખ્યા ૬૦ હજાર હતી. મ્યુનિ. કોર્પોરેશને ર૦૦૮માં વાહન વ્હીકલ ટેક્ષના જે દર નકકી કર્યા હતા.

તેના પ૦ ટકાવસુલાતની ગણત્રી કરવામાં આવે તો ર૦૦૯થી ર૦૧૧ ના સમયગાળા દરમ્યાન મનપાને વ્હીકલટેક્ષ પેટે રૂા.રર૮ કરોડ ની આવક થવી જાેઈએ. પરંતુ વ્હીકલ ટેક્ષ ખાતા દ્વારા માત્ર રૂા.ર૯.૩૪ કરોડની જ વસુલાત કરવામાં આવી હતી. આમ ત્રણ વર્ષમાં વ્હીકલ ટેક્ષ પેટે રૂા.૧૯૮.૬૬ કરોડની આવક તંત્રએ ગુમાવી હતી. જયારે ટોકન ફી પેટે રૂા.૩૪.રપ કરોડની સામે રૂા.૩૩.૪૭ લાખની જ વસુલાત કરી હતી. તેથી ર૦૦૯થી ર૦૧૧માં ટોકન ફી પેટે રૂા.૩૩.૯૦ કરોડની રીકવરી બાકી છે. આમ ર૦૦૯ થી ર૦૧૧સુધી જે ર૭ લાખ ૮૩ હજાર વાહનોના ઓનલાઈન રજીસ્ટ્રેશન થયા હતા. તેની સામે તંત્રએ રૂા.૧૯૯ કરોડ વાહનવેરા ની અને રૂા.૩૪ કરોડ ટોકન ફી ની વસુલાત કરી ન હતી. જેના કારણે તંત્રને રૂા.ર૩૩ કરોડ આર્થિક નુકશાન થયું છે.

લોકલ ફંડ ઓડિટ રીપોર્ટના સદ્દર અહેવાલમાં જણાવ્યા મુજબ સીવીક સેન્ટરો પરથી ઈસ્યુ કરવામાં આવેલ ટોકન અને હાથ પર બાકી ટોકન અંગેની પણ ચોકકસ માહિતી નથી. મ્યુનિ. વ્હીકલ ટેક્ષ ખાતામાં થયેલ રૂા.ર૩૩ કરોડ ની ગેરરીતિ મામલે ખાતા ના જવાબદાર અધિકારીઓને જાન્યુઆરી ર૦૧૭માં રીપોર્ટ આપવામાં આવ્યો છે. પરંતુ આજદીનસુધી તેનો નિકાલ કરવામાં આવ્યો નથી. !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.