ચીનમાં ફરી કોરોનાના કેસ વધ્યા, બ્રિટન,રશિયા અને શ્રીલંકામાં સ્થિતિ બગડી
બીજીંગ, ચીનમાં કોરોના સંક્રમણ ફરી વધવા લાગ્યું છે આ વખતે સંક્રમણનું કેન્દ્ર ગુઆંગદોંગ પ્રાંત બનેલ છે.અહીં કોરોનાના ડેલ્ટા વેરિએટના કારણે સંક્રમણમાં ઉછાળો આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે આ દક્ષિણી પ્રાંતના એક વધુ શહેર કોરોના સંક્રમણની ચપેટમાં આવ્યો છે. મામલા વધતા ડોગ્ગુઆન શહેરમાં મોટાપાયા પર તપાસ શરૂ કરવામાં આવી છે.
ગુઆંગદોંગ ગત ૩૧ દિવસોથી કોરોનાના પ્રકોપથી ઝઝુમી રહ્યું છે આ પ્રાંતમાં અત્યાર સુધી જેટલા મામલા જણાયા છે તેમાંથી લગભગ ૯૦ ટકા એકલા પ્રાંતીય પાટનગર ગ્વાંગઝોઉમાં મળ્યા છે. સંક્રમણને અટકાવવા માટે અહીં કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે હવે ડોંગ્ગુઆનમાં પણ કડક પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે
લોકોને શહેરથી બહાર જવા પર રોક લગાવવામાં આવી છે. ડિસેમ્બર ૨૦૧૯માં જયારે ચીનમાં કોરોનાનો પહેલો મામલો સામે આવ્યો હતો ત્યારથી વુહાન શહેર સંક્રમણનું કેન્દ્ર બન્યો હતો. આ ઉપરાંત બ્રિટેનમાં ગત ૨૪ કલાક દરમિયાન નવ હજાર ૨૮૪ નવા મામલા સામે આવ્યા છે અને છ દર્દીઓના મોત નિપજયા છે
કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા ૪૬ લાખ ૩૦ હજારથી વધુ થઇ છે મૃત્યુ પામનારાઓનો આંકડો એક લાખ ૨૭ હજાર ૯૭૬ થઇ ગયો છે પાકિસ્તાનમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા ૨૨ હજારથી વધુ થઇ ગઇ છે.