એવોકાડો પાચનતંત્રમાં સુધારો કરે છે, હ્ય્દયને રાખે છે સ્વસ્થ

બાળકોમાં ખાવાને લઈને હંમેશા કિચકિચ રહેતી હોય છે. આ નથી ભાવતું, પેલું નથી ખાવું પણ તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે અને શરીરને તંદુરસ્ત રાખવા માટે પોષણયુક્ત ખોરાક આપવો જરૂરી છે. બાળકોને અનાજ અને શાકભાજી ઉપરાંત ફળો ખવડાવવા એટલાં જ જરૂરી છે, કારણ કે ફળોમાં મોટા પ્રમાણમાં પોષકતત્વો રહેલાં છે. હવે એવોકાડો ફળને જ લઈ લો. તેનો સ્વાદ થોડો તુરો હોય છે પણ ગુણોનો ભંડાર છે.
એવોકાડો હ્ય્દય સંબંધી બીમારીમાં રાહત આપે છે. આ ઉપરાંત તે કોલેસ્ટેરોલ અને બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે. એવોકાડોમા ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન ઈ જેવાં પોષકતત્વો રહેલાં છે.
પાચનતંત્રમાં સુધારો કરે છે
એવોકાડોમા રહેલા ફાઈબરને કારણે તે પાચનતંત્રને સુધારે છે. તેમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઈબર રહેલું છે જે પાચનતંત્રની ક્રિયાને સ્વસ્થ રાખે છે. તેનાથી ડાયેરિયા અને કબજિયાત જેવી સમસ્યામાં પણ રાહત મળે છે.
દાંતને રાખે સ્વસ્થ
જાે તમને મોઢાની દુર્ગંધની સમસ્યા રહેતી હોય તો એવોકાડો ખાવું સલાહભર્યુ છે. જાે પાચનક્રિયા સારી હોય તો મોઢામાંથી દુર્ગંધ આવતની નથી. એવોકાડોમાંં રહેલા એન્ટિબેક્ટેરિયા અને એન્ટિઓક્સિડન્ટ ફ્લેનોયડ મોઢામાં રહેલા બેક્ટેરિયાને મારવામાં મદદરૂપ રહે છે.