Western Times News

Gujarati News

શરદી ખાંસી શ્વાસનો હુમલો આવે ત્યારે

Files Photo

એલર્જી અસહિષ્ણુતાના પરિણામે સ્વાશ ના રોગના હુમલા ખુબજ અચાનક રીતે થતા હોવાથી આ રોગની શરૂઆત થતાંજ તેને મટાડવા માટે સાવધ રેહવું જાેઈએ. રોગનો પાયો ખાસી . આ રોગના પાયામાં આપણે જાેયું તેમ શરદી, સળેખમ, અને ખાંસી મુખયત્વે જાેવામાં આવે છે આપણી કેહવતો પણ આ રોગને કેટલો ગંભીર બની જાય તે પરત્વે કહે છે કે ” શરદીમે હીરા ઔર ગરમીમે જીરા”.

સામાન્ય મનાતી શરદીમાં હીરા જેવા મહામુલા ઔષધોની ગણના કરી છે અને ગરમીનું દર્દ જીરા જેવા ઘરઘથ્થુ ઉપચારથી મટી જાય છે. આ હકીકત આ રોગના દર્દીઓને જાેઈએ છીએ ત્યારે તેની પ્રતીતિ થાય છે. દર્દીનો કોલ આવેને દોડી જવું પડે અને રોગીને તપાસતા જે કષ્ટ જાેવા મળે છે તે ખરેખર અસહનીય હોય છે . આ હુમલા વખતે રોગીની હકીકત રોગી કહી શકે તેવી સ્થિતિમાં પણ હોતો નથી, સૂવાથી ચેન પડતું નથી સળેખમ છીંકથી શરૂ થાય છે અને સ્વાશનો બેફામ વધેલો હુમલો રોગીને થોડીવાર માટે પણ મરણ તુલ્ય બનાવીદે છે.

દયાજનક હુમલો
આ ઋતુમાં હમણાં ઘણા રોગીઓના વિચિત્ર હુમલાઓ જાેવા મળ્યા. આ હુમલા એટલા બધા દયાજનક હોય છે કે જેમાં તાત્કાલિક રાહત જ મુખ્યત્વે વિચારવી પડે છે. ૩૦ વર્ષની ઉંમરના બહેનને મધરાતે સ્વાશનો હુમલો થયો. આ હુમલો એટલો બધો જાેરદાર હતો કે શ્વાશોશ્વાશ લેવા માટે બારી બરના પણ ઉઘાડી નાખ્યાં હતાં. નિષ્ણાંત ચિકિત્સકે ઇન્જેક્શન આપ્યા પછી થોડો સમય રાહત જણાયા બાદ પાછો હુમલો જણાયો. આ તબક્કે આ રોગીને આયુર્વેદની સારવાર એવી એવું નક્કી કર્યું.

Mo. No. 9825009241

આયુર્વેદમાં આ રોગ પરત્વેની જે સારવાર છે તે ખૂબજ ધીરજ પૂર્વક કરવાની હોય છે પણ આવા હુમલા વખતે પણ તાત્કાલિક રાહત આપનાર શમન ઔષધોની યોજના પણ ભારે ફલપ્રદ મને જણાય છે . આ રોગનું એક અનુભૂત ઔષધ જે સાદું, સરળ, નિર્દોષ અને સૌમ્ય ઔષધ હોવા છતાં તેના પરિણામો કેટલાક જીર્ણ રોગમાં પણ રાહત આપનાર નીવડ્યા છે.નવા રોગને મટાડવાની શક્તિ ધરાવનાર ઔષધ તરીકે અને આ રોગ થતાં પેહલાં તેના પ્રતિકાર માટે આ ઔષધ મને ખૂબ જ લાભ પ્રદ જણાયું છે .

અરડૂસીનાં પંચાંગને બોરકૂટ કરી બમણા પાણીમાં લોઢાની કઢાઈમાં ૨૧ દિવસ ખુલ્લા સ્થાનમાં રાખવું. આ ઔષધ ઉપર સૂર્યના કિરણો અને ચંદ્રના કિરણો પડતા રહે તેવી રીતે રાખવું. વચ્ચે વચ્ચે અરડૂસીનાંજ લાકડાંથી હલાવતા રેહવું.૨૧ દિવસ બાદ આ કઢાઈને બોરડી કે બાવળનો મંદ મંદ અગ્નિ એવો અને પાણી બાલી નાખવું અને અરડૂસીને જુદી કાઢી લીધા બાદ કઢાઈમાં તળયામાં કાળા રંગની પર્પટી જામી હોય તે ખોતરીને કાઢી લેવી.

માત્રા ઃ૧ થી ૨ પ્રાતઃ ભૂખ્યા પેટે માખણ સાથે. પથ્ય તાજી મીઠી છાશ. અપથ્ય તૈલી અને ગરિષ્ઠ પદાર્થો.

ગૌમૂત્રક્ષાર
આ રોગની તાત્કાલિક સારવારમાં ઉપરના ઔષધ ઉપરાંત ગૌમૂત્રક્ષાર ૧ વાલની માત્રા આપવાથી ખૂબજ લાભ થતો મને જણાયો છે. આ ગૌમૂત્રક્ષાર બનાવતી વખતે ૧ રતલ ગૌમૂત્રમાં શાહજીરું એક તોલો, સિંધવ એક તોલો અને સંચળ ૧ તોલો મેળવી ક્ષાર બનવું છુ. આ પ્રયોગ હું છૂટથી વાપરું છુ.

ક્યારેક પાનના રસમાં રસ માણેક, ક્યારેક રસસિંદૂર, ક્યારેક સૂતશેખર રસ, સુવર્ણયુક્ત અને મહાલક્ષ્મી વિલાસ રસ પણ સુંદર પરિણામ બતાવી જાય છે. એટલા તાત્કાલિક ઔષધોની વિચારણા સાથે આ હઠીલા રોગની સારવાર પરત્વે એટલે કે શરદી, સળેખમ અને છીંકાછીંક સાથે શ્વાશના ઉપદ્રવમાં નીચેના પ્રયોગો લમ્બો સમય સુધી ધીરજપૂર્વક રવાથી વર્ષોથી રિબાતા અને હેરાન થતાં રોગીઓ સારા થતાં મેં જાેયા છે .

શ્વાશના રોગીઓની પ્રકૃતિ એટલી બધી વિચિત્ર અને અસહનીય બનેલી હોય છે કે જેમાં એક રોગીને ફલપ્રદ જણાયું ઔસધ બીજા માટે સદન્તર નિષ્ફ્ળ નીવડે છે. એટલા માટેજ આ રોગનો ચોક્કસ ઉપાય નથી એમ કહેવાય છે અને મારા અનુભવમાં મને પ્રતીતિ થઇ છે કે પ્રત્યેક રોગીમાં તેની સારવારમાં અને તેની માનસિક સ્થિતિ પરત્વે વિધ વિધ રીતે વિચારીનેજ જુદા જુદા ઉપચાર અને સલાહ એવી પડે છે. એક રોગીને અળસી ની પોટલીનો શેક છાતીએ કરાવ્યો અને આ રોગીએ ભારે રાહત અનુભવી .

કેટલાક રોગના હુમલા માં સોમ ચૂર્ણ , ૧ વાલ પુષ્કરમૂલચૂર્ણ અને જેઠીમધનું ચૂર્ણ ૦૧ તોલો, ૫ તોલા ગરમ પાણી માં ભેળવીને પીવાથી સારો લાભ થતો જાેયો છે.

એલર્જીનું ઔષધ
પીપરીમૂળ ( ગંઠોડા) ઊંચી જાતના લાવી તેનું બારીક ચૂર્ણ કરી સવારે ઉઠી સવ પ્રથમ અને રાત્રે છેલ્લા સૂતી વખતે ૨ એની ભાર ચૂર્ણ ૧રતિ સૌભાગ્ય -ફુલાયેલા ટંકણખાર સાથે લેવાથી આ ઉપદ્રવમાં સારો લાભ થાય છે તેવું જાેવામાં આવ્યું છે . આ સાદા ઘરઘથ્થુ ઉપચારથી અને તેના નિયમિત સેવન કર્યા પછી ઘણા રોગીઓએ મને જણાવ્યું છે કે આ ઔષધથી અમારી એલરજી કાયમની મટી ગઈ.

આ રોગના રોગીએ રોગની પકડમાંથી છૂટવા માટે શરીરમાં જીવનીય શક્તિ વધારવા માટે બૃહત સુવર્ણ વસંતમાલતી, શૃંગભસ્મ, અને અભરખા ભસ્મ સપ્રમાણ મેળવીને શિયાળો પૂરો થાય ત્યાં સુધી નિયમિત લેવામાં આવે તો શરીરમા કફ અને વાયુની વિકૃતિ મટી જઈ સુંદર સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે એલર્જી થી પીડાતા રોગીઓને ઉપચારના ઔષધો વાપરી જાેવા મારી વિનંતી છે .આ ઔષધો ખાતરી લાયક હોવા જરૂરી છે. ઉપરના સામાન્ય ઉપચારોની વિચરણ સાથે ખોરાકમાં પથ્યાપથ્યની વિચારણા પણ આ રોગ મટાડવા માટે જરૂરી છે.

આ રોગીએ બને તો દિવસભર માં સવારે ઉઠતા અને સુતા હુંફાળું ગરમ ગરમ પાણી પીવું. આ સાદો ઉપચાર ક્યારેક માત્રાઓથી ન મટેલાં રોગીઓને પણ લાભ બતાવનારો નીવડ્યો છે.આ ઉપદ્રવમાં કફ ન થાય તેવો ખોરાક લીખો, સૂકો, લેવો જાેયે,સાથે સાથે અગ્નિતત્વથી ભરપૂર સૂંઠ, મરી, પીપરનું ચૂર્ણ નિયમિત લેવું. આદુ અને લસણ નો પણ નિયમિત ઉપયોગ કરવો જાેયે. આ રોગમાં પેટ સાફ રાખવું અત્યંત આવશ્યક છે . હરડે, સૂંઠ, અને સંચળ મેળવેલી ફાકી ૦૧ તોલો ગરમ પાણી સાથે નિયમિત લેવી જાેયે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.