Western Times News

Gujarati News

એન્ટિવાયરસ સોફ્ટવેર કંપનીનાં સ્થાપકે જેલમાં આત્મહત્યા કરી

નવીદિલ્હી: એન્ટિવાયરસ સોફ્ટવેર કંપની  નાં સ્થાપક જ્હોન મેકેેફીનો મૃતદેહ બુધવારે એક સ્પેનિશ જેલમાં મળી આવ્યો હતો. જેલનાં અધિકારીનાં જણાવ્યા મુજબ, કોર્ટે મેકાફીનાં અમેરિકાનાં પ્રત્યાર્પણની મંજૂરી આપ્યાનાં થોડા સમય બાદ જ તેમના મૃતદેહ તેમની બેરેકમાં મળી આવ્યો હતો. મેકાફી પર અમેરિકામાં કરચોરીનો આરોપ છે. જેલનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ૭૫ વર્ષીય મેકાફીએ આત્મહત્યા કરી છે. જાે કે પ્રવક્તાએ બીજી કોઈ માહિતી આપી ન હોતી.

સ્પેનમાં એક જેલમાં સજા ભોગવી રહેલા એન્ટિવાયરસ સોફ્ટવેર કંપનીનાં ફાઉન્ડર જ્હોન મેકાફી બુધવારે મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેલનાં અધિકારીએ આ માહિતી આપી હતી. આ ઘટનાનાં થોડા સમય પહેલા જ કોર્ટે તેના અમેરિકાનાં પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી જ્યાં કરચોરીનાં કેસમાં તે વોન્ટેડ છે. કેટાલોનીયામાં જેલ પ્રણાલીની મહિલા પ્રવક્તાએ જણાવ્યું કે, “૭૫ વર્ષિય મેકાફીએ જેલમાં આત્મહત્યા કરી લીધી.” મેકાફી ૧૯૮૭ માં વિશ્વની પ્રથમ કોમર્શિયલ એન્ટિવાયરસ લોન્ચ કરતા પહેલા નાસા, ઝિરોક્સ, લોકહિડ માર્ટિન જેવા સંગઠનો સાથે કામ કરી ચૂક્યા છે.

તેમણે ૨૦૧૧ માં તેમની સોફ્ટવેર કંપની ઇન્ટેલને વેચી દીધી હતી અને હવે તે આ વ્યવસાય સાથે સંકળાયેલા નથી. તેમ છતાં તેમનું નામ હજી પણ સોફ્ટવેર સાથે સંકળાયેલું છે અને તેમના વિશ્વભરમાં ૫૦૦ મિલિયન યુઝર્સ છે.

ઓક્ટોબર ૨૦૨૦ માં મેકાફીની બાર્સિલોનાં એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તે ઈસ્તાંબુલની ફ્લાઇટ લેવાના હતા અને ત્યારથી તે સ્પેનની જેલમાં બંધ હતા. મેકાફી પર આરોપ છે કે, કરોડોની કમાણી છતા તેમણે ૨૦૧૪ થી ૨૦૧૮ ની વચ્ચે જાણી જાેઇએ ટેક્સ રિટર્ન ફાઇલ કરી નહોતી. જાે મેકાફીને દોષી ઠેરવવામાં આવ્યા હોત, તો તેણે ઓછામાં ઓછા ૩૦ વર્ષ જેલમાં પસાર કરવા પડતા. તો શું આ જ કારણથી તેમણે આત્મહત્યા કરી દીધી છે? આ સવાલ ઉભો થઇ રહ્યો છે, જાે કે હાલમાં કઇં પણ કહેવુ ઉતાવળ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.