શાંઘાઈ સહકાર સંસ્થાની બેઠકમાં અજિત ડોભાલ ઉભા થઈને જતા રહ્યા
નવીદિલ્હી: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે શાંઘાઈ સહકાર સંસ્થાની બેઠકમાં ભાગ લીધો હતો. તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિ ઇમોમાલી રહેમાને આ સંગઠનમાં સામેલ સભ્ય દેશોના પ્રતિનિધિઓને સંબોધન કર્યું હતું.
આ બેઠકમાં પાકિસ્તાનના એનએસએ મોઈદ યુસુફે પણ હાજરી આપી હતી, જેમણે તાજેતરમાં કહ્યું હતું કે ભારત સાથે દ્વિપક્ષીય વાટાઘાટો શક્ય નથી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, પાકિસ્તાનની પ્રતિનિધિએ તેમને સંગઠનની વર્ચ્યુઅલ મીટિંગમાં ખોટો નકશો બતાવ્યા પછી, ડોભાલ ઉભા થઈને જતા રહ્યા પછી હોબાળો થયો હતો.
તાજિકિસ્તાન હાલમાં એસસીઓના પ્રમુખ છે. તે ૨૩ અને ૨૪ જૂને આઠ સભ્ય દેશોના ઉચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓની બેઠકનું આયોજન કરી રહ્યા છે.તાજિકિસ્તાનમાં ભારતીય દૂતાવાસે ટિ્વટ કર્યું છે કે, એનએસએ અજિત ડોભાલ એસસીઓના સભ્ય દેશોની સુરક્ષા પરિષદના સચિવોની ૧૬ મી બેઠકમાં ભાગ લીધો હતો. મળતી માહિતી મુજબ, ડોભાલ અને યુસુફ વચ્ચે મુલાકાતનો કોઈ અવકાશ નથી.
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ એપ્રિલમાં કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થિર સંબંધ કનેક્ટિવિટીને સુનિશ્ચિત કરશે. ફેબ્રુઆરીમાં, ભારત અને પાકિસ્તાન બંનેએ ૨૦૦૩ ના યુદ્ધવિરામ કરારનું સખ્તપણે પાલન કરવા સંમતિ આપી હતી.