રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ત્રણ વર્ષમાં રૂ. ૬૦,૦૦૦ કરોડનું રોકાણ કરશેઃ મુકેશ અંબાણી
મુંબઇ: એશિયાના સૌથી અમીર બિઝનેસમેન અને દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ૪૪મી એન્યુઅલ જનરલ મીટિંગ યોજાઇ હતી.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ માર્કેટ કેપિટલાઈઝેશનની રીતે દેશની સૌથી મોટી કંપની છે.આ બેઠકમાં કંપનીના તમામ ૧૨ ડાયરેક્ટર હાજર હતાં બેઠકની શરૂઆતમાં કંપની એ તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી, જે કોવિડ-૧૯ની મહામારી દરમિયાન મૃત્યુ પામ્યા છે.
મુકેશ અંબાણીની સ્પીચઃ તેમણે કહ્યું આપણો કારોબાર અને બિઝનેસ અગાઉની એન્યુઅલ જનરલ મીટિંગની સરખામણીએ આશા કરતા વધુ વધ્યો છે. જાેકે અમને જે વસ્તુથી વધુ ખુશી મળી તે છે રિલાયન્સની માનવ સેવા. કોરોનાના મુશ્કેલી સમયમાં રિલાયન્સે આ કામ કર્યું. કોરોનાના સમયમાં અમારા રિલાયન્સ પરિવારે એક રાષ્ટ્રની જેમ ડ્યુટી નિભાવી. અમને વિશ્વાસ છે કે છેલ્લા એક વર્ષમાં અમારા આ પ્રયાસને અમારા સંસ્થાપક ચેરમેન ધીરુભાઈ અંબાણીના પ્રયાસોને આગળ વધાર્યા છે. આ પહેલા કોરોનામાં પોતાનોજીવ ગુમાવનારા રિલાયન્સના કર્મચારીઓ માટે મુકેશ અંબાણીએ એક મિનિટનું મૌન રાખ્યું.
મુકેશ અંબાણીએ કહ્યું કે અમારા દાદા અમારી સાથે હોત તો ગર્વ મહેસુસ કરે છે. આ જ તે રિલાયન્સ છે, જે તેઓ હમેશા દેખવા માંગતા હતા, જ્યાં દરેક વ્યક્તિ જરૂરિયાતમંદ માટે પોતાનું સંપૂર્ણ યોગદા આપે. અમે અમારા સમુદાય અને દેશની સેવામાં લાગેલા રહીએ છીએ. જિયો ઈન્સ્ટીટ્યુટ નવા મુંબઈ કેમ્પસમાં આ વર્ષથી એકેડેમિક સેશનની શરૂઆત કરશે.
મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ સતત સારુ પ્રદર્શન કરી રહી છે. તેની કુલ રેવન્યુ ૫.૪૦ લાખ કરોડ રૂપિયા છે. દેશની મોટી કંપનીના રૂપમાં રિલાયન્સનું દેશની ઈકોનોમીમાં યોગદાન સારુ રહ્યું છે. મર્ચેન્ડાઈઝ એક્સપોર્ટમાં ૬.૮ ટકા હિસ્સો રહ્યો છે. ૭૫ હજાર નવા રોજગાર આપ્યા. રિલાયન્સ જિયોએ સમગ્ર વર્ષ દરમિયાન ૩.૭૯ કરોડ નવા ગ્રાહકોને જાેડ્યા.
તે ૪૨.૫ કરોડ ગ્રાહકોને સેવા આપે છે. તે દેશના ૨૨ સર્કલમાંથી ૧૯ સર્કલમાં રેવન્યુની રીતે લીડર છે. રિટેલ શેર ધારકોએ એક વર્ષમાં રાઈટ ઈશ્યુથી ૪ ગણા રિટર્નની કમાણી કરી છે. અમારો ઓઈલ ટુ કેમિકલ બિઝનેસ ઈકોનોમીમાં ઘટાડાને કારણે પડકારોનો સામનો કરતો રહ્યો. હાલ પણ ગ્લોબલ લેવલે રિલાયન્સ એકમાત્ર કંપની છે જે સંપૂર્ણ ક્ષમતાની સાથે પોતાનું ઓપરેશન ચલાવી રહી છે અને દરેક ત્રિમાસિકમાં નફો કમાઈ રહી છે.
મુકેશ અંબાણીની લગભગ ૫ મિનિટની સ્પીચ પછી ઈશા અને આકાશે રિલાયન્સ ફેમિલિની સાથે વાત કરી. તેમણે કેર પોલીસી વિશે જણાવ્યું. ઈશા અને આકાશ અંબાણીએ કહ્યું કે કોરોના દરમિયાન રાહત કાર્યોને પોતાના મોનીટરિંગની હેઠળ પુરા કરાવ્યા.