ભાજપે ભાવ ના આપતાં ચિરાગ પાસવાન તેજસ્વી સાથે જશે
પટણા: ભાજપે સાથ છોડી દેતાં એકલા પડી ગયેલા ચિરાગ પાસવાન તેજસ્વી યાદવ સાથે હાથ મિલાવે એવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. કાકા પશુપતિ પારસે બળવો કરીને ચિરાગને હટાવીને એસજેપી પર કબજાે કરી લેતાં ચિરાગે મોદી પાસે મદદ માગી છે પણ મોદીએ ચિરાગની વાતનો કોઈ હકારાત્મક પ્રતિસાદ આપ્યો નથી.
ભાજપ તો પહેલાં જ હાથ અધ્ધર કરી ચૂક્યો છે એ જાેતાં ચિરાગ પાસે તેજસ્વી યાદવની આરજેડી સાથે જાેડાણ કરીને રાજકીય અસ્તિત્વ ટકાવવાનો વિકલ્પ બચ્યો છે.ચિરાગના પાંચ ટકા મતદારો આપી શકે છે તેજસ્વીને ભાજપ-જેડીયુ બંનેને પછાડવાની તાકાત
તેજસ્વી ચિરાગ સાથે જાેડાણ માટે આતુર છે. ચિરાગે દિલ્હીમાં કરેલા શક્તિ પ્રદર્શને સંકેત આપ્યો છે કે પારસે ભલે બળવો કરીને પક્ષ પર કબજાે કરી લીધો પણ રામવિલાસ પાસવાનના વફાદારો ચિરાગ સાથે છે.પાસવાન સમુદાયના બિહારમાં છ ટકા મતદારો છે. એકાદ ટકા મતદારો પારસ સાથે જાય તો પણ બાકીના પાંચ ટકા મતદારો ચિરાગ સાથે રહે ને બહુ મોટો ફરક પાડી શકે. ચિરાગના પાંચ ટકા મતદારો તેજસ્વીને ભાજપ-જેડીયુ બંનેને પછાડવાની તાકાત આપી શકે છે.