બાળકોનું પ્રથમ પુસ્તક રમકડાં હોય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટોયઝ ૨૦૨૧ ના સ્પર્ધકો સાથે ચર્ચા થઇ ગઇ છે. તે વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા સંવાદ કરી રહ્યા છે. આ આયોજનનો હેતું ભારતને રમકડાંનું હબ બનાવવા પર ભાર મુકવાનો છે. સાથે જ રમકડાં બનાવવા અને ગેમ્સના નવા વિચારોને ક્રાઉડ-સોર્સ દ્વારા આમંત્રિત કરવાનો છે. ભારતમાં રમકડાં ઇંડસ્ટ્રીના વિસ્તાર પર સરકાર સતત ભાર મુકી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે બાળકોની પ્રથમ પાઠશાળા જાે પરિવાર હોય છે તો, પહેલું પુસ્તક અને પહેલો મિત્ર, રમકડાં જ હોય છે. સમાજ સાથે બાળકોનો પહેલો સંવાદ તે રમકડાંના માધ્યમથી થાય છે.
પીએમ મોદીએ આગળ કહ્યું કે ”ગ્લોબલ ટોય માર્કેટ લગભગ ૧૦૦ બિલિયન ડોલરનું છે. તેમાં ભારતની ભાગીદારી ફક્ત દોઢ બિલિયન ડોલર આસપાસની છે. આજે આપણે જરૂરિયાતોને પણ લગભગ ૮૦ ટકા રમકડાં આયાત કરીએ છીએ. એટલે કે તેના પર દેશના કરોડો રૂપિયા બહાર જઇ રહ્યા છે. આ સ્થિતિને બદલવી ખૂબ જરૂરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરતાં વિદ્યાર્થીઓએ પોત પોતાન ગેમ્સ વિશે પીએમ મોદીને જાણકારી આપી
હતી. નરેન્દ્ર મોદીએ પણ તેમને ગેમને સારી બનાવવ માટે કેટલાક સૂચનો આપ્યા હતા. પીએમ મોદીને સૌથી પહેલી ટીમે પોતાની એપ વિશે જણાવ્યું હતું. જાેકે બોડી પોઝ ઠીક કરવામાં મદદ કરે છે.
આ ટીમ ચેન્નઇના કેસીજી કોલેજ ઓફ ટેક્નોલોજીની હતી. ટીમે ગેમિંગ દ્વારા યોગના પ્રચારની રીત શોધી કાઢી હતી. મોદીએ કહ્યું કે ટેક્નોલોજી અને ટ્રેડિશનનું મિશ્રણ કર્યું છે, જેમાં યોગને દૂર સુધી પહોંચાડી શકાય છે. ટોયઝ ૨૦૨૧ માં દેશભરમાં ૧.૨ લાખ સ્પર્ધકોએ ૧૭ હજારથી વધુ વિચારોને રજિસ્ટ્રર અને પ્રસ્તુત કર્યા છે. તેમાં ૧૫૬૭ વિચારોને ઓનલાઇન ટોયઝ ગ્રાંડ ફિનાલે માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે.
બીજી ટીમ કોયંમ્બતૂરની હતી. ટીમમાં ફક્ત એક સભ્ય હતો. જેનું નામ અતીક હતું. તેણે હેરિટેઝ રેસ નામની ગેમ બનાવી હતી. તેમાં સાઇકલિંગ અને વર્ચુઅલ હેરિટેઝ સાઇટ સીનને એડ કરવામાં આવ્યા છે. પીએમએ આ ગેમ વિશે સાંભળીને ખુશી વ્યક્ત કરી. નરેન્દ્ર મોદીએ પૂછ્યું કે અતીકને આ આઇડિયા ક્યાંથી આવ્યો. અતીકે જણાવ્યું કે ટોયઝ ટીમની મદદથી તેમને તેને બનાવાનો વિશ્વાસ મળ્યો. ત્રીજી ગેમ યૂપીના વિદ્યાર્થીએ બનાવી હતી. વિદ્યાર્થી અભિનવ અને વિવેકે જણાવ્યું કે તેમણે કેમેસ્ટ્રી બોર્ડ ગેમ બનાવી છે. જેથી વિદ્યાર્થીઓની કેમેસ્ટ્રીને સરળતાથી સમજવામાં મદદ મળે અને તેનો ડર ખતમ થઇ જાય.
કહેવામાં આવ્યું કે તેમાં સ્પર્ધકે દેશ માટે કેટલીક વસ્તુઓને શોધવી પડશે, તે દરમિયા જે પડાવ આવશે તેના વિશે પણ જણાવ્યું. પીએમ મોદીએ પૂછ્યું હતું કે ગેમનું નામ જામ્યાહમ કેમ રાખવામાં આવ્યું. તેના પર વિદ્યાર્થીએ કહ્યું કે તેનું નામ ગીતા પરથી લેવામાં આવ્યું છે, તેનો અર્થ સર્જન કરવું થાય છે. પીએમ મોદીએ તેમને સૂચન કર્યું કે મેપ રીડિંગનું જે ફેક્ટર છે તેના પર કામ કરવામાં આવશે તો આર્મી અને નેવીના ટ્રેની પીરિયડમાં તેના પર કામ કરવામાં આવી શકે છે. મોદીએ કહ્યું કે કેમેસ્ટ્રી જેવા ઉદાસીન વિષયને રસપ્રદ બનાવવામાં આવ્યો છે.
ટોયઝ ૨૦૨૧ ના સંયુક્ત રૂપથી શિક્ષણ મંત્રાલય, ડબ્લ્યૂસીડી મંત્રાલય, એમએસએમઇ મંત્રાલય, ડીપીઆઇઆઇટી, સૂચના અને પ્રસારણ મંત્રાલય અને એઆઇસીટીઇ દ્વારા ૫ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ ક્રાઉડ-સોર્સ ઇનોવેટિવ ટોયઝ અને ગેમ્સ આઇડિયાઝ માટે લોન્ચ કરવામાં આવ્યું હતું.ટોયઝ૨૦૨૧ ની વિજેતા ટીમની જાહેરાત ૨૬ જૂનના રોજ કરવામાં આવશે. તેમાં ૬૦ લાખની ઇનામી રકમ મળશે.