યુપી ધર્માંતરણના તાર ઝાકીર નાઈક સાથે જાેડાયેલા હોવાનો ઘટસ્ફોટ
નવી દિલ્હી: ધર્માત્તરણ સાથે સંકળાયેલા કેસની તપાસમાં લાગેલી યુપી એટીએસને ઘણી મહત્વની માહિતી મળી છે, ઉમર ગૌતમ અને કાઝી જહાંગીર સાથે થયેલી પુછપરછમાં જાણવા મળ્યું છે કે ધર્માત્તરણ કેસનાં તાર ઝાકિર નાઇક સાથે જાેડાયેલા છે, વળી ઉમર ગૌતમનું કનેક્સન ઝાકિર નાઇકની સંસ્થા ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન સાથે હોવાનું પણ બહાર આવ્યું છે.
ઝાકિર નાઇક ફાઉન્ડેશન સાથે સંકળાયેલા ફૈઝ સૈય્યદનાં ઉમર સાથે નજીકનાં સંબંધ છે, ઝાકિર નાઇકની સંસ્થા પ્રતિબંધ પહેલા ઇસ્લામિક યૂથ ફાઉન્ડેશનને ફંડિગ કરે છે, આ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા લોકો પણ ઉમર સાથે સંપર્કમાં હતાં, યુપી એટીએસની તપાસમાં જાણવા મળ્યું છે, કે ધર્મ રિવર્તનનો આ ખેલ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યો હતો, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા હતાં.
ઉમર ગૌતમે અત્યાર સુધીમાં ઇસ્લામિક દાવા સેન્ટર દ્વારા મોટી સંખ્યામાં લોકોનું ધર્માંત્તરણ કર્યું છે. તપાસ એજન્સીને અત્યાર સુધીમાં ૩૩ લોકોની યાદી પણ મળી છે. આ યાદીમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ અને બિહારના ઘણા યુવાનોના નામનો પણ સમાવેશ થાય છે. ધર્મપરિવર્તનનાં ફોર્મ પર જહાંગીર કાઝીનું નામ છાપવામાં આવ્યું છે. માહિતી અનુસાર, ૭ મી જાન્યુઆરી, ૨૦૨૦ થી ૧૨ જૂન ૨૦૨૧ સુધી ૩૩ લોકોનું ધર્માંત્તરણ કરવામાં આવ્યું છે. જેમાં ૧૮ મહિલાઓ અને ૧૫ પુરુષો શામેલ છે.
તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે જે લોકોનું ધર્માંત્તરણ કરવામાં આવ્યું છે, તેઓ ઘણા શિક્ષિત છે. બધાની પાસે સારી ડિગ્રી પણ છે. ફક્ત બુલંદશહેરનો નાવેદ ઓછો શિક્ષિત છે. એન્જિનિયરિંગ અને મેડિકલ સહિત અન્ય વિવિધ પ્રકારની ડિગ્રીઓ આ લોકો ધરાવે છે. ઘણા લોકોએ આ ગેંગનો શિકાર બનીને એ તેમનો ધર્મ બદલી નાખ્યો છે.