બે બાળકોના પિતાને બે યુવતીઓ સાથે પ્રેમ થયો

જર્મની: સામાન્ય રીતે પતિના અફેરની વાત સાંભળીને જ કોઈપણ પત્ની ભડકી જાય છે. જાેકે જર્મનીમાં એક અનોખો કેસ સામે આવ્યો છે. અહીં એક મહિલાના પતિને એક નહીં પણ ૨-૨ યુવતીઓ સાથે પ્રેમ થયો છે. આ પ્રેમની વાત જ્યારે પત્નીને થઇ તો તેણે કોઇ હંગામો કરવાના બદલે તેણે પતિના લગ્ન બન્ને યુવતીઓ સાથે કરાવવાની તૈયારી બતાવી છે અને હવે બધા એક જ ઘરમાં હળીમળીને રહેશે. માર્કો સેન્ટો સિલ્વાના લગ્ન ૩૫ વર્ષની ડેનિએલા સિલ્વા સાથે ૨૦૧૨માં થયા હતા. બંનેને બે બાળકો પણ છે.
આ દરમિયાન તેના પતિ માર્કો સેન્ટો સિલ્વાને બે યુવતીઓ સાથે એકસાથે પ્રેમ થયો હતો. હવે તેમનું કહેવું છે કે પત્નીની મરજીથી બંને યુવતીઓ સાથે લગ્નની તૈયારી કરી રહ્યા છીએ. રિપોર્ટ પ્રમાણે લગ્નના ૭ વર્ષ પછી ૨૦૧૯માં તેની મુલાકાત જેસિકા અને કામિલા નામની બે યુવતીઓ સાથે થઇ હતી. તેમની વચ્ચે સારા સંબંધો થયા પછી તેણે પોતાની પત્નીને આ બંને ગર્લફ્રેન્ડની મુલાકાત કરાવી હતી. માર્કોના મતે બધા એકબીજા સાથે સારી રીતે હળીમળી ગયા છે. બાળકો અને પત્ની સાથે માર્કો પોતાની બે ગર્લફ્રેન્ડ સાથે સંબંધને આગળને વધારવા માંગે છે. માર્કોનું કહેવું છે કે તે લગ્ન માટે પોતાના ઘરને પણ તૈયાર કરી રહ્યો છે.
તેને એ વાતનો ડર છે કે તેના બાળકોને આ માટે સ્કૂલમાં પરેશાન કરવામાં ના આવે. તેનું કહેવું છે કે તે પોતાના પરિવારને એક ખુલ્લો માહોલ આપી રહ્યો છે અને બાળકોને એટલો આત્મવિશ્વાસ શીખવાડ્યો છે કે તેમની પર આ વાતની અસર ના થાય. માર્કો તેની પત્ની અને ગર્લફ્રેન્ડ ભલે કશું ના વિચારી રહ્યા હોય પણ તેમનો આ સંબંધ આખા વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તેમના પર ગોસિપ કરે છે. જેને માર્કો લોકોની ઇર્ષા ગણે છે. તેનું કહેવું છે કે આ સંબંધ બિલકુલ અલગ નથી. અમે લોકોને બતાવવા માંગીએ છીએ કે અમે કેટલી સુંદરતાથી પરેશાની વગર તેની નિભાવી રહ્યા છીએ.