દમણના રિસોર્ટમાં તારક મહેતાની ટીમની મસ્તી

મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આખી ટીમ હાલ દમણના એક લક્ઝુરિયસ રિસોર્ટમાં શૂટિંગ કરી રહી છે. જ્યાં તેઓ ખૂબ મજા કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. શૂટિંગમાં વ્યસ્ત સુનૈના ફોજદાર, અમિત ભટ્ટ, રાજ અનડકટ તેમજ પલક સિદ્ધવાની સહિતના કલાકારો ફન માટે પણ સમય નીકાળી રહ્યા છે અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. મંદાર ચંદાવરકર (ભીડે) અહીંયા જતિન બજાજ (ભઈલુ) અને અબ્દુલ (શરદ સંકલા) સાથે જાેવા મળી રહ્યો છે.
જતિન અને શરદે હાલમાં જ સીરિયલના સેટ પર પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. શોના ડિરેક્ટર માલવ રાજદા અને તેમનો પરિવાર-પત્ની પ્રિયા અહૂજા અને દીકરો અરદાસ પણ દમણ આવ્યા છે. જ્યાં સેટ પર અરદાસ બધાનો લાડકો પડી બનો છે. શૂટિંગમાંથી જેવો બ્રેક મળે કે તન્મય વેકરિયા (બાઘા) અને દિલીપ જાેશી (જેઠાલાલ) અરદાસને રમાડવામાં લાગી જાય છે. રિસોર્ટમાં ખૂબ સુંદર અને મોટો પૂલ પણ છે. ત્યારે અમિત ભટ્ટ (બાપુજી)એ પલક (સોનુ) અને તન્મય વેકરિયા સાથે પૂલમાં સમય પસાર કર્યો હતો અને સેલ્ફી પણ ક્લિક કરી હતી. આ તસવીરમાં ર્નિમલ સોની અને શરદ સંકલા બેસીને પોઝ આપતા જાેઈ શકાય છે.
મહારાષ્ટ્રમાં અગાઉ શૂટિંગ પર પ્રતિબંધ મૂકાયો ત્યારથી કાસ્ટના કેટલાક કલાકારો લાંબા સમયથી દમણના રિસોર્ટમાં છે, જ્યારે બાકીના હાલમાં તેમની સાથે જાેડાયા છે. અઝહર શેખ (પિંકુ) અને કુશ (ગોલી) કે જેમને સીરિયલમાં સારા મિત્રો બતાવવામાં આવ્યા છે, તેઓ રિયલ લાઈફમાં પણ મિત્રો છે. કામમાં જ્યારે સમય મળે ત્યારે એકબીજા સાથે બેસીને ગપ્પા મારવાનું ભૂલતા નથી. દમણના જે રિસોર્ટમાં શૂટિંગ ચાલી રહ્યું છે ત્યાં હરિયાળી ખૂબ છે. ત્યારે એક્ટર્સ આવા લોકેશન પર ફોટોશૂટ અચૂક કરે છે.
મંદાર ચંદાવરકર ઉર્ફે ભીડે જિમમાં વર્કઆઉટ કરતી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે શર્ટ અને ટ્રાઉઝરમાં જાેવા મળી રહ્યો છે. જ્યારે સીરિયલમાં તે મોટાભાગે તે કૂર્તામાં દેખાઈ છે. શરદ સંકલા પર રિસોર્ટમાં પૂલ અને જિમ જેવી લક્ઝુરિયસ સુવિધાનો લાભ લઈ રહ્યો છે. મુંબઈમાં થોડા જ કલાક માટે શૂટિંગની પરવાનગી હોવાથી સીરિયલનો સેટ દમણમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેઓ બાયો બબલમાં રહીને શૂટિંગ કરી રહ્યા છે.