અમેરિકામાં ગ્રાહકે રેસ્ટોરાંના સ્ટાફને બિલ કરતાં ૪૦૦ ગણી વધારે ટિપ આપી
વોશિંગ્ટન: કોરોનાકાળમાં અનેક ઈન્ડસ્ટ્રી સાથે રેસ્ટોરાં ઈન્ડસ્ટ્રીને પણ ઘેરો આઘાત પડ્યો છે. હાલ દેશ સહિત ગ્લોબલી રેસ્ટોરાં ઈન્ડસ્ટ્રી ફરી પાટા પર આવી રહી છે. રેસ્ટોરાંના સ્ટાફ પ્રત્યે હવે લોકોની રિસ્પેક્ટ વધવા લાગી છે. નાનકડી એવી ટિપથી રેસ્ટોરાં સ્ટાફ ઈમોશનલ થઈને ગ્રાહકોને થેન્ક્યુ કહી રહ્યા છે. અમેરિકાના રેસ્ટોરાંના ગ્રાહકને રેસ્ટોરાં સ્ટાફની મહેનત એટલી અસલ અને હૃદયમાં લાગી ગઈ કે તેણે બિલ અમાઉન્ટ કરતાં ૪૦૦ ગણી વધારે ટિપ આપી દીધી.
લંડનની સ્ટમ્બલ ઈન બાર એન્ડ ગ્રિલ રેસ્ટોરામાં ગ્રાહકે ૨ ચિલિ ડોગ, ફ્રાઈડ પિકલ ચિપ્સ અને ડ્રિન્કનો ઓર્ડર કર્યો. આ ઓર્ડર માટે તેણે ઇં૩૭.૯૩ (આશરે ૨૮૦૦ રૂપિયા) ચૂકવવાના હતા. ગ્રાહકને રેસ્ટોરાં સ્ટાફ પર એટલી ઉદારતા જાગી કે તેણે બિલ અમાઉન્ટ સાથે ૪૦૦ ગણી વધારે ઇં ૧૬,૦૦૦ (આશરે ૧૧.૮૭ લાખ રૂપિયા)ની ટિપ આપી.
રેસ્ટોરાંના માલિક માઈક ઝરેલાને બિલ પેમેન્ટ વખતે આટલી મોટી ટિપની જાણ જ નહોતી. એક સ્ટાફ મેમ્બરે પેમેન્ટ રિસિપ્ટ ચકાસી તો તે ચોંકી ઉઠી. સ્ટાફ મેમ્બરે ગ્રાહકને પૂછ્યું, ‘ઓહ માય ગોડ આર યુ સિરિયસ?’ ગ્રાહકે જવાબ આપ્યો કે, હું ઈચ્છું છું આ ટિપ તમે રાખો, કારણ કે તમે લોકો સખત મહેનત કરી રહ્યા છો.
ઝેરેલાને લાગ્યું કે આટલી મોટી ટિપનું કારણ ગ્રાહકની ભૂલ હોઈ શકે છે. રેસ્ટોરાંના બાર મેનેજરે ગ્રાહકનો સંપર્ક કર્યો અને ટિપ અમાઉન્ટ વિશે જણાવ્યું. ગ્રાહકે કહ્યું આ કોઈ ભૂલ નથી તેણે સ્વેચ્છાએ મસમોટી ટિપ આપી છે.