દેશ માટે લડવા માટે તૈયાર થવા અફગાન સરકારે નાગરિકોને અપીલ કરી
કાબુલ: અફગાનિસ્તાનમાં તાલિબાન અને સુરક્ષા દળોની વચ્ચે સંધર્ષ ચરમ પર પહોંચ્યા બાદ સરકારે મુકાબલા માટે આર પારની લડાઇનો નિર્ણય કર્યો છે.અફગાન સરકારે હવે નાગરિકોને અપીલ કરી છે કે તે દેશ માટે લડવા માટે તૈયાર થઇ જાય તેમને તાલીમ અને હથિયાર સરકાર ઉપલબ્ધ કરાવશે
તાજેતરમાં નિયુકત થયેલ નાયબ ગૃહમંત્રી નકબુલ્લાહ ફયાકે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે તાલિબાનથી મુકાબલો કરવા માટે દરેક પ્રાંતમાં નાગરિકોની સેના તૈયાર થઇ જાય મજાર એ શરીફમાં તેમણે જનતાને અપીલ કરી કે જે પોતાના દેશની રક્ષા માટે આગળ આવવા ઇચ્છે છે તેમને સરકાર તાલિનની સાથે હથિયાર ઉપલબ્ધ કરાવશે એટલું જ નહીં તેમને ખાદ્ય સામગ્રી વાહન અને અન્ય ઉપકરણ પણ આપવામાં આવશે
એ યાદ રહે કે તાલિબાને તાજેતરમાં બાલ્ખા પ્રાંતમાં અનેક જીલ્લા પર કબજાે કર્યો છે તે મજાર એ શરીફ સુી પહોંચ્યા હતાં બાદમાં સુરક્ષા દળોએ તેમને પાછા ઘકેલી દીધા હતાં અફગાનિસ્તાન માટે વિશેષ દુત ડેબોરા લ્યોંસે સુરક્ષા પરિષદે માહિતી આપી છે કે મેની શરૂઆત સુધી અફગાનિસ્તાનના ૩૭૦ જીલ્લામાંથી ૫૦ જીલ્લા પર તાલિબાને કબજાે કરી લીધો છે કુંદુજની પ્રાંતીય પરિષદની સભ્ય રબાનીએ કહ્યું કે તાલિબાનના લડાયકો પહેલા અહીંના અનેક જીલ્લા અને તાઝિકિસ્તાનની સમા પર કબજાે કરી બેઠા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર કુનાર પ્રાંતના અસદાબાદ શહેરમાં એક હોસ્પિટલ પર આતંકવાદીઓએ સતત અનેક રોકેટ દાગ્યા હતાં આ હુમલામાં અહીં બનેલ વેકસીન ડેપો નિષ્ટ થઇ ગયો હતો આ ઘટનામાં કોઇ જાનહાનીના અહેવાલો નથી એક લેખમાં આશંકા વ્યકત કરવામાં આવી રહી છે કે અમેરિકી સેનાની વાપસી બાદ ચીનની સીમા વિસ્તારમાં અફગાનિસ્તાનના આંતકી હુમલા કરી શકે છે.