ગુજરાતમાં કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે
ગાંધીનગર:ગુજરાતમાં કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩,૫૮,૩૩૨ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં સાજા થવાના દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૨૮ ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા ૧૨૩ કેસ નોંધાયા છે. ૪૩૧ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૦૮,૮૪૯ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
જાે એક્ટિવ કેસની વાત કરીએ તે રાજ્યમાં હાલ કુલ ૪૧૧૬ કેસ એક્ટિવ છે. જે પૈકી ૩૮ વેન્ટિલેટર પર છે. ૪૦૭૮ લોકો સ્ટેબલ છે. ૮૦૮૮૪૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૧૦૦૪૫ લોકોનાં અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ ૩ લોકોનાં મોત નિપજ્યાં છે.
જાે રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હાલ હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૪૪૪૮ લોકોને પ્રથમ ડોઝ અને ૧૫૫૫૦ લોકોને બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫થી વધારેની ઉંમરના ૭૩૩૪૫ લોકોને પ્રથમ અને ૫૪૫૭૩ લોકોને બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૮-૪૫ વર્ષનાં નાગરિકોમાં ૧૯૫૯૬૨ લોકોને પ્રથમ ડોઝ અને ૧૪૪૫૪ લોકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.