મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભામાં કોરોના મામલે શાસકોની નિષ્ફળતા સામે કોંગ્રેસના આકરા પ્રહાર

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુ.કોર્પો.ની સામાન્ય સભામાં નાગરિકોને કોરોના કાળ દરમિયાન પડેલ હાલાકી અંગે વિપક્ષ કોંગ્રેસ ધ્વારા ઝીરો અવર્સમાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.
ગોમતીપુરના કાઉન્સીલર ઈકબાલ શેખે આ અંગે રજુઆત કરતાં જણાવ્યું હતું કે, ૧૦૪ અને ૧૦૮ હેલ્પ લાઈન અંગેની કામગીરી સંભાળતા ડેપ્યુટી કમિશ્નરની કામગીરી વિવાદાસ્પદ રહેતાં બે બે દિવસ સુધી કોવીડના દર્દીઓને હોસ્પિટલો સુધી પહોંચાડી ન શકતાં ઘણાં જ દર્દીઓના મૃત્યુ થયા હતાં અને તેમના કુટુંબીજનોને હાલાકીનો સામનો કરવો પડયો હતો.
આ જ પ્રમાણે હેલ્થ અને હોસ્પિટલ અને કોરોના સંકલનની કામગીરી સંભાળતા અન્ય નાયબ મ્યુનિ. કમિ. કોવીડના દર્દીઓને કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ અને કોર્પોરેશન ધ્વારા ડેઝીગ્નેટ કરાયેલ ખાનગી હોસ્પિટલોમાં સારવાર આપવામાં નિષ્ફળ રહયા હતાં.
ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રીબેન કેસરીએ ઉગ્ર રજુઆત કરતા જણાવ્યુ હતું કે અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણના કારમા કહેર સામે તંત્ર વામણું પુરવાર થયુ છે વેકસીનેશનની જવાબદારી સત્તાધારી પક્ષની છે. બીજી લહેરમાં મૃત્યુના નગ્ન નાચ વચ્ચે કોરોના સંક્રમણમાં અસંખ્ય નાગરિકોના અવસાન થયા હતા ઓકસીજન, રેમેડેસીવર ઈન્જેકશનના કાળાબજાર લોકોને હોસ્પિટલમાં દાખલ થવા પુરતા બેડ મળ્યાં નહિ જેથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતાં
તંત્રની બેદરકારી અને ગેરસંચાલનની વચ્ચે નાગરિકો ફસાઈ ગયા અવસાન થયા પછી અંતિમવિધિ માટે પણ લાઈનો લાગી હતી જી.એસ.ટી. નોટબંધી, દવા અને દવાખાના માટે લાઈનો અને છેલ્લે ક્રિયાકર્મ માટે પણ લાઈનો જાેઈ લોકો ગભરાઈ ગયા હતાં.
કોરોના સંક્રમણની ત્રીજી લહેરની વાતો સરકાર કરે છે તે માટે સુનિયોજીત આયોજન કરવું જરૂરી છે સરકારી દવાખાના જ નહિ સ્કુલો, કોલેજાે, કોમ્યુનીટી હોલ ને પણ કોવીડ સેન્ટર બનાવો અન્ય સંસ્થાઓની પણ મદદ લેવી જાેઈએ. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.