કોરોનાએ માનસિકતા બદલી: સંતાનને સરકારી સ્કૂલમાં પ્રવેશ અપાવવા વાલીઓનો ધસારો

પ્રતિકાત્મક
અમદાવાદ, એક સમયે ‘સરકારી સ્કૂલ’ આ શબ્દ સાંભળતા જ આંખની સામે જ મોંંના હાવભાવ બદલાઈ જતા હવે એ જ હાવભાવ હવે વાલીઓના ચહેરા પર ચમક લાવી રહ્યાં છે. કોરોનાએ ભલભલા લોકોના માનસ બદલ્યા છે. ત્યારે વાલીઓ પણ હવે તેમની માનસિકતા બદલીને તેમનાં બાળકને સરકારી શાળામાં પ્રવેશ અપાવવા માટે માત્ર દોડાદોડી જ નહીં પરંતુ ભલામણ ણ લાવી રહ્યાં છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં પણ પ્રવેશ માટે વેઈટિંગ ચાલી રહ્યું છે. એએમસીની સ્કૂલમાં છેલ્લા ૧પ દિવસમાં ધોરણ ૧માં ૧૬,૦૦૦ કરતાં વધુ પ્રવેશ થયા છે.
સરકારી સ્કૂલમાં પ્રવેશ માટે વેઈટિંગ લાગી રહ્યું છે. ત્યાર સ્કૂલ બોર્ડની સ્કૂલમાં એડમિશન માટેભલામણો આવી રહી છે. પ્રવેશ લેવા ૩૦ કરતાં વધુ નેતાઓની ભલામણ આવી રહી છે.
જેમાં ધારાસભ્ય દ્વારા લેખિત ભલામણ કરવામાં આવી છે. આ સાથે કોર્પોરેટરો પણ સ્કૂલમાં પ્રવેશ માટે ભલામણો કરી રહ્યાં છે. સ્કૂલ બોર્ડની સ્માર્ટ સ્કૂલ બનવાથી એડમિશન માટે પડાપડી થઈ રહી છે. આ વર્ષે અંગ્રેજી માધ્ભ્યમની સ્કૂલમાં વેઈટિંગ ચાલી રહ્યું છે. દોઢ વર્ષથી પણ વધુ સમયથી કોરોનાના કારણે અનેક પરિવારો આર્થિક ભીંસમાં સપડાયા છે. તેમાંય શાળાઓ બંધ થતાં ખાનગી શાળાઓ દ્વારા ફી ભરવા મામલે વાલીઓને કરવામાં આવતી કનડગતથી વાલીઓમાં નારાજગી છેતેના કારણે સરકારી શાળા તરફ વાલીઓનો ધસારો વધ્યો છે.
ખાનગી સ્કૂલમાંથી એલબ્સી લઈને કોર્પોરેશનની સ્કૂલમાં ધોરણ ર થી ૮માં પ્રવેશ લેનારાં બાળકોની સંખ્યા આ વર્ષે ૧,ર૬પ જેટલી છે. છેલ્લા પાંચ વર્ષથી ર૦૧પ-ર૦૧૬ થી કોપોરેશનની સ્કૂલમાં ધીરે ધીરે પ્રવેશ વધી રહ્યાં છે. કોરોના મહામારીમાં આર્થિક સ્થીતિને ધ્યાનમાં રાખીને બાળકને સરકારી કે ખાનગી કઈ સ્કૂલમં મોકલવા તે અંગે વાલીઓને મૂંઝવણ છે કેમ કે મોટાભાગે લોકો એવું માને છે કે પ્રાઈવેટ સ્કૂલમા બાળક ભણાવાય, સરકારી સ્કૂલમાં નહીં.
જૂની થઈ ગયેલી બિલ્ડીંગ, મોટું માટીવાળુંું મેદાન તેમાં થોડા જર્જરિત થઈ થયેલા બાંકડા, થોડા તૂટેલા બારી બારણા, ચટાઈ પાથરેલા ક્લાસરૂમ, વગેરે પિક્ચર સામાન્ય રીતે સરકારી શાળામાં દેખાય છે. પરંતુ હવે એવું રહ્યં નથી. ખાનગી શાળાની તુલનાએ મોટું મેદાન સાફ સુથરા ક્લાસરૂમ, યુનિફોર્મવાળા બાળકો, કોમ્પ્યુટર લાઈબ્રેરી સહિત અનેક પ્રકારની સગવડ સાથે સરકારી શાળાઓ ખાનગી શાળાને હંફાવી રહી છે.
વાલીઓના મતે સરકારી સ્કૂલમાં પુસ્તકો ખરીદવાની મુશ્કેલી રહેતી નથી. સ્કૂલમાં લાયકાત ધરાવતા શિક્ષકો હોય છે. અમે નોકરી પર જઈએ તો અમારાં બાળકોને ત્યાં મધ્યાહ્ન મોજન આપે છે. જેથી જમવાનું ટેન્શન રહેતું નથી. સરકારી સ્કૂલમાં શારીરિક સ્વાસ્થ્ય અંગે બાળકો જાગૃતિ મેળવે છે.
સરકારી સ્કૂલમાં પણ હવે આધુનિક ટેકનોલોજીથી અભ્યાસ કરાવવામાં આવે છે. ખાનગી સ્કૂલમાં મન ફાવે તેમ ફી લેવાયછે. જ્યારે સરકારી સ્કૂલમાં નિયમ મુજબ ફી લેવામાં આવે છે. પ્રાથમિક કક્ષાએથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી જેમ કે નવોદય, એન.એમ.એમ.એસી. પાઠયપુસ્તક, યુનિફોર્મ, અને શિષ્યવૃત્તિ જેવા લાભો પણ સરકારી સ્કૂલમાં મળે છે.