મેથ્સ-ફીઝીક્સના નિષ્ણાંત અજય દિક્ષીત આખુ વર્ષ વિનામૂલ્યે ભણાવશે
(એજન્સી) અમદાવાદ, ગુજરાતમાં છેલ્લા ૧૦-૧પ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કોચીંગ માટે જાણીતા કોટા (રાજસ્થાન)થી આવીને અત્રે કોચીંગ ક્લાસીસ જેવા કે એલન, આકાશની શાળાઓમાં શિક્ષક તરીકેે અત્રે ટ્રાન્સફર થયેલા અજય દિક્ષીતે કોરોનાની સ્થિતિમાં એક વર્ષ સુધી બિલકુલ ટ્યુશન ફી લીધા વિના બાળકોને ભણાવવાનું બીડુ ઝડપ્યુ છે. જે અનુકરણીય છે.
દિક્ષીતની મેથ્સ અને ફીઝીક્સ ભણાવવાની માસ્ટરી ગણાય છે. અને છેલ્લા બે વર્ષથી પાચેથી સાત જેટલા કોચીંગ ક્લાસ પોતે ચલાવી રહ્યા છે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને મોરબીનો સમાવેશ થાય છે.હાલમાં શિક્ષણ અપાય છે ઓનલાઈન સિસ્ટમથી અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તેઓના કોચીંગ ક્લાસીસને સારો આવકાર મળ્યો છે.
છેલ્લા દોઢ-બે વર્ષથી કોરોનાની સ્થિતિમાં તેઓ ધો.૪ થી લઈને ધો.૧ર સુધીના વિદ્યાર્થીઓને ઓનલાઈન કોચીંગ આપી રહ્યા છે. સરકારે વારંવાર સ્કુલ-કોલેજીસની જેમ કોચીંગ ક્લાસીસને પણ બંધ રાખ્યા છે. પરંતુ હવે જ્યારે ક્લાસીસને પણ ઓનલાઈન ભણાવવાની છૂટ આપતા અજય દિક્ષીત સરે આ પૂરૂં વર્ષ બાળકોને કોઈપણ જાતની કોચીંગ ફી લીધા વિના ભણાવવાનું નક્કી કર્યુ છે અને ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઓનલાઈન ભણવાનું શરૂ પણ કરી દીધું છે.
દિક્ષીતે જણાવ્યુ હતુ કે અમે એક વિદ્યાર્થી પાસે ૧૦ થી ૧પ૦૦૦ જેટલો વિષય પ્રમાણે ફી લઈ છીએ. પરંતુ આ વર્ષે કોઈ ફી લીધી નથી. ૧૦૦ની પ્રથમ બેચમાં અમને ર થી ૩ લાખ રૂપિયાનું મહિને નુકશાન થશે. પરંતુ બાળકોના ભણતરને નુકશાન ન થાય તે માટેેનું પગલુ છે. ગુજરાતમાં એલાન, આકાશ જેવા અનેક કોચીંગ ક્લાસીસ આવેલા છે.
અને ઓછામાં ઓછા ૭૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ જેટલા વિદ્યાર્થી તેનું કોચિંગ લઈ કેરિયર એકઝામમાં નીટ, કેટ જેવી પરીક્ષાઓમાં ઉત્તિણ થઈ ટોપર બની દરેક ક્ષેત્રમાં સારી જાેબ્સ મેળવી શકે છે. અજય દક્ષિતીે શરૂ કરેલી પહેલનું અન્ય શિક્ષણ સંસ્થાઓએ પણ અનુસરવું જાેઈએ.