Western Times News

Gujarati News

વિશ્વનું પ્રથમ બિઝનેસ પ્લેટફોર્મ ડેલ્લા લીડર્સ ક્લબ જિમી મિસ્ત્રીએ લોંચ કરવાની જાહેરાત કરી

જિમી મિસ્ત્રીએ ઉદ્યોગસાહસિકો, વ્યવસાયિકો અને યુવા લીડર્સનો આંતરરાષ્ટ્રીય સમુદાય ઊભો કરવા વિશ્વનું પ્રથમ બિઝનેસ પ્લેટફોર્મ ડેલ્લા લીડર્સ ક્લબ (ડીએલસી) ઊભું કર્યું

●         ફંડ ઊભું કરવાના પ્રથમ રાઉન્ડના ભાગરૂપે ડેલ્લા લીડર્સ ક્લબનો ઉદ્દેશ ત્રણ મહિનામાં રૂ. 50 કરોડ ઊભા કરવાનો છે

●         ડીએલસી માહિતીના આદાનપ્રદાન, જીવનશૈલીના માર્ગદર્શન અને સામાજિક જવાબદારી પર ધ્યાન કેન્દ્રિત કરશે, ત્યારે આંતરરાષ્ટ્રીય લીડર્સ માટે સપોર્ટ ઇકોસિસ્ટમ ઊભી કરશે

મુંબઈ, 26 જૂન, 2021: ઇનોવેટર, ઇનોવેટર, ડિઝાઇન થિંકર અને સોશિયલ આંત્રપ્રિન્યોર જિમી મિસ્ત્રીએ દુનિયાભરમાં તમામ ઉદ્યોગોના લીડર્સ માટે મજબૂત સપોર્ટ સિસ્ટમ ઊભી કરવા ડિઝાઇન કરેલું વિશ્વનું પ્રથમ ટેકનોલોજી સંચાલિત ગ્લોબલ બિઝનેસ પ્લેટફોર્મ ડેલ્લા લીડર્સ ક્લબ લોંચ કરવાની જાહેરાત કરી હતી.

આ પ્લેટફોર્મનું ઉદ્ઘાટન 12 જૂન, 2021ના રોજ લોનાવાલમાં ઔપચારિક રીતે કર્યું હતું. આ પ્રસંગે દુનિયાભરના વ્યવસાયિક અને જે તે ક્ષેત્રના દિગ્ગજો સાથે ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી તથા અતિ નાના, નાના અને મધ્યમ ઉદ્યોગસાહસોના મંત્રી આદરણીય શ્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્ર સરકારના પ્રવાસન અને પર્યાવરણના કેબિનેટ મંત્રી શ્રી આદિત્ય ઠાકરે વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહ્યાં હતાં.

આ લોંચ પર શ્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, “માહિતી કે જાણકારી પાવર છે અને એનું સંપત્તિમાં પરિવર્તન – આ દેશનું ભવિષ્ય છે. હું મારા મિત્ર જિમી મિસ્ત્રીને મહામારી પછીની દુનિયામાં લીડર્સને મદદ કરવા વિશ્વનું પ્રથમ બિઝનેસ પ્લેટફોર્મ ડેલ્લા લીડર્સ ક્લબ (ડીએલસી) લોંચ કરવા બદલ અભિનંદન આપું છું. ડીએલસી પ્લેટફોર્મ દુનિયામાં યુવાન લીડરશિપ અને ઉદ્યોગસાહસિકો માટે નવું વિઝન રજૂ કરશે.”

શ્રી આદિત્ય ઠાકરેએ નવા સાહસની પ્રશંસા કરી. તેમણે કહ્યું હતું કે, “ડેલ્લા લીડર્સ ક્લબ સ્થાપિત કરવા બદલ જિમી મિસ્ત્રીને હૃદયપૂર્વકના અભિનંદન. તમારી રચનાત્મકતા પર ગર્વ છે! વિશ્વનું પ્રથમ બિઝનેસ પ્લેટફોર્મ કંપનીઓને જોડશે અને સામાજિક અસર ઉપરાંત આપણા દેશમાં દુનિયાનું શ્રેષ્ઠ લાવશે. કોવિડ સાથે અત્યારે પરિવારને ટકાવવા અને સતત આગળ વધવા કોઈ પણ વ્યક્તિ પર રોજગારીનું સર્જન સૌથી વધુ અસર કરી શકે છે. હું ડીએલસીને શુભેચ્છા પાઠવું છું.”

પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિક તરીકે જિમી દ્રઢપણે માને છે કે, આધુનિક લીડર્સને, ખાસ કરીને મહામારી પછીના દુનિયામાં, આંતરરાષ્ટ્રીય સ્તરના લીડર્સ પાસેથી જાણકારી અને અનુભવમાંથી મોટો ફાયદો થશે. ડીએલસી માટેનું તેમનું વિઝન વિશિષ્ટ અને સુરક્ષિત વૈશ્વિક લીડર્સ સમુદાય ઊભો કરવાનો છે, જે સફળ જીવનમાંથી મહત્વપૂર્ણ જીવન તરફ પરિવર્તન કરવા એકબીજાને મદદરૂપ થશે.

ડેલ્લા લીડર્સ ક્લબના સ્થાપક અને ચેરમેન શ્રી મિસ્ત્રીએ કહ્યું હતું કે, “છેલ્લાં 25 વર્ષ દરમિયાન વિશ્વના કેટલાંક સૌથી સફર ઉદ્યોગસાહસિકો, કોર્પોરેટ પ્રોફેશનલ્સ, સેલિબ્રિટીઓ અને સોશિયાલાઇટ્સનું ડિઝાઇનિંગ કર્યા પછી મેં જોયું હતું કે, તેઓ શીખવા માટે અને સ્પર્ધામાં અગ્રેસર રહેવા આતુર છે. આપણે અનિશ્ચિત દુનિયામાં જીવીએ છીએ. મને અહેસાસ થયો હતો કે, તમામ ઉદ્યોગમાં લીડર્સને તેમને સક્ષમ બનાવશે એવી સપોર્ટ સિસ્ટમની જરૂર છે. આ પ્લેટફોર્મનો ઉદ્દેશ નેટવર્કિંગથી વધારે છે અને સમુદાયની પહોંચ સાથે માહિતી વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.