પત્નીએ પતિને કહી દીધુ જયાં સુધી રસી નહીં ત્યાં સુધી ભોજન નહીં
સતના: પત્નીની મીઠી જીદનો એક મામલો સતના જીલ્લામાં સામે આવ્યો છે અહીંન બજરહા ટોલા અહિરાન મોહલ્લા નિવાસી રાનુ સાહૂએ પોતાના પતિથી જીંદ કરી કે જાે રસી લગાવશો નહીં તો હું ભોજન બનાવીશ નહીં અને તમે પણ ભુખ્યા રહેશો. પત્નીની આ જીદની અસર એ થઇ કે પતિ તેને લઇ રસી કેન્દ્ર પહોંચ્યા અને બંન્નેએ ઉત્સાહથી રસી લીધી
મળતી માહિતી અનુસાર જયારથી ૧૮થી વધુ ઉમરના લોકોને વેકસીનેશન થયું ત્યારથી રાનુ ઇચ્છતી હતી કે તેને પણ રસી લાગે તે દરરોજ પતિ ઋષિ કુમાર સાહૂને રસ લગાડવાની વિનંતી કરતી રહી પરંતુ પતિ બહાનુ બતાવીને ટાળી દેતો હતો.
આ દરમિયાન મુખ્યમંત્રીએ ૨૧ જુનથી રસીકરણ મહા અભિયાન શરૂ કર્યું તો તેનાથી રાનુનો ઉત્સાહ વધુ વધ્યો તેણે ફરી પતિને આગ્રહ કર્યો પરંતુ પતિએ વાત ટાળી દીધી તેના પર રાનુએ હઠ યોગનો સહારો લેતા સવારે જ પતિને કહ્યું કે આજે જાે રસી લગાવવામાં નહીં આવે તો તે ઘરમાં ભોજન બનાવશે નહીં અને આપણે ભુખ્યા જ રહીશું. રાનુના આ અનોખા સંકલ્પની આગળ પતિએ ઝુકવું પડયું અને તે પત્નીને લઇ તાકિદે નજીકના રસી કેન્દ્ર પર પહોંચી ગયો અને સાહુ દંપત્તિએ રસી લીધી રસી લાગ્યા બાદ રાનુ ખુબ ખુશ થઇ ગઇ હતી અને ઉત્સાહિત પણ નજર પડી હતી.