કોંગ્રેસ મોંધવારી વિરૂધ્ધ ૧૦ દિવસનું આંદોલન કરશે
નવીદિલ્હી: કોંગ્રેસ પાર્ટી સાત જુલાઇથી મોંધવારીની વિરૂધ્ધ ૧૦ દિવસીય આંદોલન શરૂ કરશે કોંગ્રેસ તરફથી એક યાદીમાં જણાવાયું છે કે પહેલાથી જ કોવિડ મહામારી,મોટા પાયા પર બેરોજગારી અને પગાર કાપના કારણે પીડિત લોકોની દુર્દશાથી પ્રભાવિત થઇ કોંગ્રેસ પાર્ટીએ બ્લોક જીલ્લા અને રાજય સ્તરો પર રાષ્ટ્રવ્યાપી આંદોલન કાર્યક્રમ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે આ કાર્યક્રમોને રાજય એકમો દ્વારા સાત જુલાઇ અને ૧૭ જુલાઇ ૨૦૨૧ની વચ્ચે લાગુ કરવામાં આવશે તેમાં કોગ્રેસ પાર્ટીના નેતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સંગઠન સામેલ થશે જેમાં મહિલા કોંગ્રેસના નેતા અને સભ્ય સામેલ થશે જે સમગ્ર દેશમાં સામાન્ય પારટી કાર્યકરોના સ્કોરથી સહાયતા પ્રાપ્ત કરશે
કોંગ્રેસના નિવેદન અનુસાર પાર્ટીના નેતા કાર્યકર્તા જીલ્લા સ્તર પર સાયકલ યાત્રા કાઢશે પાર્ટીના નેતા અને કાર્યકર્તા રાજય સ્તર પર માર્ચ અને સરધસ પણ કાઢશે બળતણની કીમતોમાં કમીની માંગને લઇ દેશભરમાં તમામ પેટ્રોલ પંપો પર હસ્તાક્ષર અભિયાન ચલાવવામાં આવશે
આ પહેલા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટી મહામંત્રીઓ અને પ્રદેશ પ્રભારીઓની બેઠક કરી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારને ઘેરવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ બેઠકમાં બળતણના વધતા ભાવો અને મોંધવારીની વિરૂધ્ધ આંદોલનની રણનીતિ બનાવી હતી.
એ યાદ રહે કે તાજેતરમાં જ કોંગ્રેસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે દેશવ્યાપી આંદોલન કર્યું હતું. કોંગ્રેસની માંગ છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં કમી થવી જાેઇએ