Western Times News

Gujarati News

બાંગ્લાદેશમાં દેશવ્યાપી લોકડાઉનની ઘોષણા, ઢાકામાં ભયંકર ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ફેલાયો

ઢાકા: બાંગ્લાદેશમાં શુક્રવારે કોવિડ -૧૯ ચેપના ફેલાવાને રોકવા માટે આગામી સૂચના સુધી ૨૮ જૂનથી દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. દેશમાં કોરોનાવાયરસ ચેપથી વધુ ૧૦૮ દર્દીઓનાં મોત નીપજ્યાં છે, જે મહામારી શરૂ થયા પછી એક દિવસમાં બીજા ક્રમે મૃતકો બીજી સૌવથી વધુ સંખ્યા છે. બાંગ્લાદેશમાં કોરોના વાયરસમાં કેરોના વાયરસનો ડેલ્ટા વેરિએન્ટનો હાથ છે.

આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજધાની ઢાકામાં કોરોના વાયરસનો ખતરનાક ડેલ્ટા વેરિએન્ટ ફેલાયો છે, જેનાથી દેશની રાજધાનીમાં આરોગ્ય સુવિધાઓ પર દબાણ વધ્યું છે. એક સત્તાવાર આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ઇમરજન્સી સેવાઓ સિવાય તમામ સરકારી અને ખાનગી કચેરીઓ બંધ રહેશે. તાત્કાલિક કારણોસર કોઈને ઘરની બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમાં જણાવાયું છે કે લોકડાઉન દરમિયાન ફક્ત ઇમરજન્સી વાહનોને જ ચલાવવાની મંજૂરી આપવામાં આવશે.

જાહેર વહીવટ મંત્રાલયે કહ્યું હતું કે તેઓ કોવિડ-૧૯ પર રાષ્ટ્રીય ટેકનીકલ સલાહકાર સમિતિના અભિપ્રાયને અનુલક્ષીને બે સપ્તાહના રાષ્ટ્રવ્યાપી બંધને લાગુ કરવાના સરકારના ર્નિણયની રાહ જાેઇ રહ્યા છે. આ નિવેદનના કેટલાક કલાકો બાદ આરોગ્ય અધિકારીઓનો અહેવાલ બહાર આવ્યો છે. જાહેર વહીવટ રાજ્યમંત્રી ફરહદ હુસેને પત્રકારોને જણાવ્યું હતું કે, અમે કોઈપણ સમયે લોકડાઉન કરવા તૈયાર છીએ. તે ગયા વર્ષ કરતા સખત હશે.

આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, કોવિડ -૧૯ ને કારણે થયેલા મોતની સંખ્યા ૧૩,૯૭૬ પર પહોંચી ગઈ છે, જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ચેપના ૫,૮૬૯ નવા કેસ નોંધાયા બાદ કુલ કેસ ૮,૭૮,૮૦૪ પર પહોંચી ગયા છે. આ વર્ષે ૧૯ એપ્રિલના રોજ દેશમાં આ રોગચાળાને કારણે ૧૧૨ લોકોના મોત થયા હતા.એનટીએસીએ જણાવ્યું હતું કે તેઓએ ‘કડક રાષ્ટ્રવ્યાપી લોકડાઉન’ કરવાની ભલામણ કરી હતી કારણ કે તેમના નિષ્ણાતોને ખાતરી છે કે કથળતી સ્થિતિને દેશવ્યાપી લોકડાઉન કર્યા વિના નિયંત્રિત કરી શકાતી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.