Western Times News

Gujarati News

ફાર્મઇઝી રૂ. 4,546 કરોડમાં થાયરોકેરમાં 66.1 ટકા હિસ્સો એક્વાયર કરશે

સંયુક્ત કંપની 24 કલાકની અંદર 100 મિલિયનથી વધારે ભારતીયોને નિદાન અને ફાર્મસી સેવાઓ પ્રદાન કરવાની ક્ષમતા ધરાવશે

અમદાવાદ:એપીઆઈ હોલ્ડિંગ્સના સહ-સ્થાપક અને સીઇઓ 32 વર્ષીય સિદ્ધાર્થ શાહ નિદાન સેવા ક્ષેત્રમાં પીઢ, થાયરોકેરના ચેરમેન 62 વર્ષીય ડો. એ વેલુમનીને લોનાવાલામાં થાયરોકેરના ચેરમેનના નિવાસસ્થાન પર મસાલા ચાય  પર મળ્યાં હતા, ત્યારે રેકોર્ડ સમયમાં સીમાચિહ્નરૂપ સોદો થયો હતો.

એપીઆઈ હોલ્ડિંગ્સ લિમિટેડ (એપીઆઈ) ભારતની સૌથી મોટી ડિજિટલ હેલ્થકેર બ્રાન્ડ (ફાર્મ ઇઝી)ની પેરેન્ટ કંપની છે, જેની સ્થાપના ધર્મિલ શેઠ, ધવલ શાહ, હર્ષ પારેખ, હાર્દિક દેઢિયા અને સિદ્ધાર્થ શાહે કરી હતી. એપીએ હોલ્ડિંગ્સ લિમિટેડએ આજે ડો. એ વેલુમની અને અન્ય સંલગ્ન વ્યક્તિઓ પાસેથી થાયરોકેર ટેકનોલોજીસ લિમિટેડ (થાયરોકેર)માં 66.1 ટકા હિસ્સો એક્વાયર કરવા સમજૂતી થઈ હોવાની જાહેરાત કરી હતી. આ સોદો શેરદીઠ રૂ. 1,300ની કિંમતે થયો છે, જેની કુલ કિંમત રૂ. 4,546 કરોડ થાય છે.

આ નાણાકીય વ્યવહાર નિયમનકારી અને અન્ય લાગુ નિયમોની મંજૂરીને આધિન છે. એપીઆઈની 100 ટકા પેટાકંપની ડોકોન ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ એક્વાયર્ર બનશે અને વધુ 26 ટકા હિસ્સા માટે ઓપન ઓફર પણ કરશે.

એપીઆઈના હાલના અને નવા રોકાણકારો દ્વારા શ્રેણીબદ્ધ ઇક્વિટી રોકાણના ભાગરૂપે ડો. એ વેલુમની અલગથી એપીઆઈમાં 5 ટકાથી ઓછો માઇનોરિટી નોન-કન્ટ્રોલિંગ (આંશિક બિનનિયંત્રણકારી) હિસ્સો એક્વાયર કરશે.

ફાર્મઇઝી ભારતની #1 ઓનલાઇન ફામર્સી અને નિદાન બ્રાન્ડ છે, ભારતના સૌથી મોટા બી2બી ફાર્મા માર્કેટપ્લેસ અને સેલર રિટેલઆઇઓ તથા અગ્રણી કન્સલ્ટેશન અને ઇએમઆર પ્લેટફોર્મ ડોકઓન ધરાવે છે. કંપની દેશમાં 12 મિલિયનથી વધારે વફાદાર ઉપભોક્તાઓ, 6,000થી વધારે ડિજિટલ કન્સલ્ટેશન ક્લિનિક્સ અને 90,000થી વધારે પાર્ટનર રિટેલર્સ ધરાવે છે.

અત્યારે કંપની માસિક ધોરણે 1 મિલિયનથી વધારે દર્દીઓને તેમની ફાર્મસી અને નિદાનની જરૂરિયાતો પૂર્ણ કરે છે, 300k+ કન્સલ્ટેશન્સ કરે છે તથા 1 મિલિયનથી વધારે ડિજિટલ પ્રીસ્ક્રિપ્શન્સ ઇશ્યૂ કરે છે.

થાયરોકેર વર્ષે 110 મિલિયનથી વધારે ટેસ્ટ કરવાની સાથે વોલ્યુમની દ્રષ્ટિએ ભારતની #1 ડાઇગ્નોસ્ટિક્સ સોલ્યુશન પ્રોવાઇડર છે. આ નિદાન ક્ષેત્રમાં સૌથી મોટી બી2બી કંપની છે અને ભારતમાં 2,00થી વધારે શહેરોમાં 3,300થી વધારે કલેક્શન સેન્ટરનું નેટવર્ક ધરાવે છે.

થાયરોકેર દેશભરમાં 1 મેગા સેન્ટ્રલ પ્રોસેસિંગ લેબ, 2 ઝોનલ પ્રોસેસિંગ લેબ અને 13 રિજનલ પ્રોસેસિંગ લેબ સાથે મલ્ટિ-લેબ મોડલ ઓપરેટ કરે છે. થાયરોકેર ઉદ્યોગમાં અગ્રણી કુલ માર્જિન સાથે કામ કરે છે અને એનું ઓછા ખર્ચનું માળખું એને નિદાન ક્ષેત્રમાં સૌથી વધુ અસરકારક કામગીરી કરતી કંપનીઓ પૈકીની એક બનાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.