Western Times News

Gujarati News

૩૭૦ કલમ હટયા બાદ ખેડૂતો અને સામાન્ય પ્રજાને નુકસાન થયું : ટિકૈત

નવીદિલ્હી: ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું નામ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ત્યારે વધુંમાં ફરી વખત તેમણે જમ્મૂ-કશ્મીરના ખેડૂતો અને ૩૭૦ કલમ હટવાને લઈને નિવેદન આપ્યું છે. જેમા તેમણે જણાવ્યું કે ૩૭૦ કલમ હટાવાનો ર્નિણય યોગ્ય હતો. પરંતુ ત્યાના ખેડૂતોને તેમજ સામાન્ય પ્રજાને નુકશાન થયું છે. આ નિવેદનને લઈને ફરી વખત રાકેશ ટિકૈત ચર્ચાનું કારણ બન્યા છે.

રાકેશ ટિકૈતનું કહેવું છે કે ૩૭૦ હટ્યા બાદ ખેડૂતોને કોઈ રાહત કે પેકેજ પણ આપવામાં નથી આવ્યું સાથેજ તેમણે એવું પણ કહ્યું કે અમને એવું પણ લાગતું હતું કે કલમ ૩૭૦ મુદ્દે નિરાકરણ આવી ગયું છે. ૩૭૦ની કલમ હટી તો તેમને સારુ લાગ્યું. પરંતુ ખેડૂતો અને સામાન્ય પ્રજાને તેના કારણે ઘણું નુકસાન થયું છે. જેથી હું તેમની સાથે છું.

વધુંમાં તેમણે એવું કહ્યું કે પહેલા જે ટ્રાન્સપોર્ટ પેકેજ આપવામાં આવતું હતું તે ફરીથી મળે. પેકેજ ન હટાવા માટે તેમણે ખાસ વિનંતી કરી છે. ઉપરાંત તેમણે કહ્યું કે વીજળી અને ટ્રાન્સપોર્ટ પર જે સબસિડી મળતી હતી તે પણ મળતી રહે.એટલે કે પેકેજમાં જે પણ સુવિધાઓ મળતી હતી તે બધીજ સુવીધાઓ સરકાર દ્વારા ફરી આપવામાં આવે તેવું તેમનું કહેવું છે.

ટિકૈતે એવું કહ્યું હતું તે તેમણે એવુ ક્યારેય વિચાર્યું ન હતું કે આઝાદ ભારતમાં ખેડૂતોને આંદોલન કરવું પડશે. તેમણે ફરી વાર વાતચીત કરવા માટે સરકારને ચીઠ્ઠી પણ લખી હતી, પરંતુ સરાકર દ્વારા એવું સ્પષ્ટ કરવામાં આવ્યું કે કૃષિ કાયદો પરત ખેચવામાં નહી આવે. જેથી આંદોલન હજું પણ યથાવત રહેશે તેવું રાકેશ ટિકૈતનું કહેવું છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા સપ્ટેમ્બરમાં ખેતી સાથે જાેડાયેલા ત્રણ નવા કાયદા અમલમાં મુકાયા હતા. જેને લઈને ૨૬ નવેમ્બરથી દિલ્હીની સરહદો પર ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવ્યું. સરકાર સાથે આ મામલે ૧૧ વખત વાતચીત થઈ ચુકી છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર કાયદો પરત ખેચે. પરંતુ સરકાર દ્વારા કાયદો પરત ખેચવાની સ્પષ્ટ પણે ના પાડી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.