Western Times News

Gujarati News

ગાંધીનગરમાં ચાર વર્ષથી બંધ નંબરથી ભેજાબાજે ૬૯ હજારની ઓનલાઈન ખરીદી કરી

પ્રતિકાત્મક

ગાંધીનગર: ગાંધીનગર ચેતક કમાન્ડોનાં બજાજ ફાયનાન્સ કંપનીનું ઇએમઇ નેટવર્ક કાર્ડનો રજીસ્ટર મોબાઇલ નંબર ચાર વર્ષથી બંધ થઈ ગયો હોવા છતાં ભેજાબાજ શખ્સે તે જ નંબર મારફતે રૂ. ૬૯ હજારની ઓનલાઈન ખરીદી કરી લેતા કમાન્ડો પણ અચંબામાં મુકાઈ ગયો હતો. આ અંગે ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ગાંધીનગરનાં સેકટર – ૩૦માં સુજીત જાની છેલ્લા બે વર્ષથી પત્ની રૂપાલબેન અને સંતાનો સાથે રહે છે. જેઓ ચેતક કમાન્ડો યુનિટ ૨માં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. જેમની પત્ની રૂપલબેનના નામે બજાજ ફાઈનાન્સ કંપનીનું એક ઇએમઇ નેટવર્ક કાર્ડ છે.

જેની વેલિડિટી ૨૦૧૬ સુધીની છે. આ કાર્ડ સાથે સુજીત જાની એ પોતાનું એક્સિસ બેંકનું સેલેરી એકાઉન્ટ લિંક કરાવ્યું હતું. જે કાર્ડ સાથે તેમની પત્ની નો મોબાઇલ નંબર રજીસ્ટર કરાવવામાં આવ્યો હતો. જેનાં ધ્વારા તેઓ કોઈ પણ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ની ઓનલાઈન ખરીદી કરતા રહેતા હતા.

વર્ષ ૨૦૧૮ માં કાર્ડનો રજીસ્ટર મોબાઇલ બંધ કરી થઈ ગયો હતો. પરંતુ કમાન્ડો સુજીતે બજાજ ફાઈનાન્સમાં નવો મોબાઈલ નંબર અપડેટ કરાવ્યો ન હતો. ત્યારે ગત તા. ૨ જી જાન્યુઆરી ૨૦૨૧ના રોજ કમાન્ડો ફરજ પર હાજર હતા તે વખતે તેમની બેંક મારફતે ટેક્સ મેસેજ આવેલો કે તેમના એકાઉન્ટમાંથી રૂ. ૬૮, ૯૯૭ ડેબિટ થઈ થઈ ગયા છે. આ જાેઈ તેઓ ચોંકી ઉઠ્‌યા હતા.

બેંકમાં જઈ તપાસ કરતા તા. ૮ મી ડિસેમ્બર ૨૦૨૦ના રોજ રૂ. ૫૪ હજાર ૯૯૯ તેમજ તા. ૧૧ ડિસેમ્બર ૨૦૨૦નાં રોજ રૂ. ૧૩ હજાર ૯૯૮ મળી કુલ રૂ. ૬૮ હજાર ૯૯૭ની કોઈ ભેજાબાજ ગઠિયાએ ઓનલાઈન ખરીદી કરી લીધી છે. જે અંગેનો બેંક મારફત એસએમએસ છેક બીજી જાન્યુઆરીના રોજ મોકલવામાં આવ્યો હતો. છેલ્લા ચાર વર્ષથી મોબાઇલ નંબર બંધ હોવા છતાં ભેજાબાજ ગઠિયાએ તે જ નંબરનાં આધારે ઓનલાઇન ખરીદી કરી લેતા ઓનલાઇન ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે અન્વયે ગાંધીનગર સાયબર ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.