ડાયમંડ ઉદ્યોગકારો આ વર્ષે કારીગરોને દિવાળી બોનસ નહીં આપે
સુરત:વિશ્વના અંદાજે 80% કાચા હીરાને જ્યાં ચમકાવવાનું કામ થાય છે તેવા સુરત ડાયમંડ ઉદ્યોગનો ચળકાટ થોડો ઝાંખો પડ્યો છે. ખાસ કરીને અમેરિકા અને ચીન વચ્ચે ચાલતી ટ્રેડ વોરના કારણે પોલીશ્ડ હીરાની માગ અત્યારે 25-30% ઘટી ગઈ છે. આ જ કારણસર હીરાના સૌથી મોટા નિકાસકાર હરિ કૃષ્ણ એકસપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે આ વર્ષે પોતાના કારીગરોને બોનસ ન આપવાનો નિર્ણય કર્યો છે. કંપની પોતાના વર્કર્સને દિવાળી બોનસમાં ગાડી અને ફ્લેટ આપવા માટે જાણીતી છે.
વર્કર્સની નોકરી જાય તેના કરતા બોનસ ન આપવું સારું: ઘનશ્યામ ધોળકિયા હરિ કૃષ્ણ એક્સપોર્ટસના સ્થાપક અને એમડી ઘનશ્યામ ધોળકિયાએ જણાવ્યું હતું કે, મંદીની અસર તમામ કંપનીઓ પર એક સમાન છે.
કામના કલાકો ઘટાડીને પણ કારખાના ચાલુ રાખ્યા સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુભાઈ કથીરિયાએ જણાવ્યું કે, પાછલા એક વર્ષથી ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યું છે.
વૈશ્વિક પરિબળો અને તેની અસરને લઇને હીરા બજારમાં અત્યારે સિઝન હોવા છતાં માગ 25-30% ઓછી છે. આ પરિસ્થિતિને પહોચી વળવા માટે મોટાભાગના ઉદ્યોગકારોએ પોતાના કારીગરોની સંખ્યા ઘટાડવાના બદલે કામના કલાકો ઘટાડી પ્રતિ દિન 6 કલાક સુધી કરી નાખ્યા હતા. જોકે, હવે સ્થિતિમાં થોડો સુધારો જણાઈ રહ્યો છે.