Western Times News

Gujarati News

એરફોર્સ બેઝ ઉપર હુમલો -અંબાલા-પઠાણકોટ- અવંતીપુરા બેઝ હાઇ એલર્ટ પર

જમ્મૂ ટેક્નિકલ એરપોર્ટ પર થયેલાં બે ધડાકામાં ડ્રોનના ઉપયોગની શંકા છે, બંને ધડાકા એરપોર્ટની અંદર થયા છે

શ્રીનગર, જમ્મૂ સ્થિત એરફોર્સ સ્ટેશનનાં ખુબજ સુરક્ષાવાળા ટેક્નિકલ એરિયમાં શનિવારે મોડી રાત્રે પાંચ મિનિટનાં અંતરે બે ધડાકાની તપાસ માટે એનઆઈએની ટીમ એરફોર્સ સ્ટેશન પહોંચી છે. તો જમ્મૂ કશ્મીર પોલીસે જણાવ્યું કે, આ મામલે યુપીએ હેઠળ કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. આ ધમાકામાં બે લોકો સામાન્ય રૂપે ઇજાગ્રસ્ત થયા છે.

અને સ્ટેશનનાં બે બેરેક ક્ષતિગ્રસ્ત થયા છે. સુત્રો મુજબ, એક વિસ્ફોટક સામગ્રી બિલ્ડિંગની છત પર આવીને પડી હતી. જેનાંથી આખી બેરેક ડિસ્ટ્રોય થઇ ગઇ. બીજાે ધડાકો બિલ્ડિંગની સાથે ઓપન એરિયામાં થયો હતો. સૂત્રો અનુસાર, જમ્મૂ ટેક્નિકલ એરપોર્ટ પર ગત રાત્રે થયેલાં બે ધડાકામાં ડ્રોનનો ઉપયોગ શંકા છે. બંને ધડાકા એરપોર્ટની અંદર થયા છે.

અને માનવામાં આવે છે કે, ડ્રોન દ્વારા આઈઈડી પાડવામાં આવ્યાં. ડ્રોનનાં ઉપયોગની ખબરથી પાકિસ્તાન પર શંકા ઘેરાવા લાગી છે. આ ધડાકામાં આતંકીઓનો હાથ હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને શ્રીનગર, પંજાબ અને પઠાણકોટ સ્થિત એરફોર્સ સ્ટેશનોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યાં છે.

આ વચ્ચે જમ્મૂમાંથી એક સંદિગ્ધ આતંકવાદીની ધરપકડ કરી લેવામાં આવી છે. અને તેની પાસેથી વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી છે. અધિકારીઓએ રવિવારે આ માહિતી જાહેર કરી છે તેમણે જણાવ્યું કે, તે વ્યક્તિ બનિહાલનો રહેવાસી છે. જમ્મૂનાં બહારનાં વિસ્તારમાં ત્રિકૂટ નગર વિસ્તારથી શનિવારે તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

અધિકારીઓનાં જણાવ્યાં અનુસાર સંદિગ્ધ વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે અને વિસ્ફોટક મળ્યા બાદ સમગ્ર જમ્મૂની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ પહેલાં ભારતીય વાયુસેનાએ ટિ્‌વટ કરીને જમ્મૂ વાયુસેના સ્ટેશનનાં તકનીકી ક્ષેત્રમાં રવિવારે વહેલી સવારે ‘ઓછી તીવ્રતા વાળા બે વિસ્ફોટ’ થયાની માહિતી આપી હતી.

જેમાં એક વિસ્ફોટથી બિલ્ડિંગની છતને સમાન્ય નુક્સાન થયું હતું, જ્યારે બીજા વિસ્ફોટ ખુલ્લા વિસ્તારમાં થયો હતો. ‘વાયુ સેનાએ આપેલાં નિવેદન મુજબ, કોઇ નુક્સાન નથી થયું. અસૈન્ય એજન્સીઓ સાથે મળી તપાસ થઇ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.