યાત્રાધામ પાવાગઢ ખાતે માઈભકતોનુ ઘોડાપુર ઉમટ્યુ

File Photo
પંચમહાલ, પંચમહાલ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ ૫૧ શક્તિપીઠ પૈકીના શક્તિપીઠ પાવાગઢ ખાતે બિરાજમાન જગત જનની માં મહાકાલીના દર્શન કરવા રવિવારના રોજ વહેલી સવારથી મોડી સાંજ સુધી મોટી સંખ્યામાં માઇભકતો ઉમટી પડ્યા હતા.
મહાકાલી માતાજીના મંદિરનો નિજ મંદિરના દ્વાર ભક્તોના દર્શનાર્થે બે માસ જેટલો સમય બંધ રહ્યા બાદ તેમજ કોરોના મહામારીની પરિસ્થિતિ થોડા ઘણા અંશે સામાન્ય થતા ઘરે બેસી કંટાળેલા માઇભકતો તેમજ સહેલાણીઓ છેલ્લા બે સપ્તાહ થી પાવાગઢ તરફ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે
જે અંતર્ગત રવિવારના રોજ વહેલી સવારથી પાવાગઢ તરફ ભક્તો નો ભારે પ્રવાહ ઉમટી પડયો હતો જ્યારે ભક્તોના દર્શનાર્થે નિજ મંદિરના દ્વાર વહેલી સવારથી ખુલ્લા મુકાયા હતા ભક્તો નિજ મંદિર પરિસર ખાતે પહોંચી જય માતાજી ના ભારે જય ઘોષ સાથે શિસ્તબદ્ધ રીતે માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવી ધન્યતા અનુભવતા હતા.
રવિવારના રોજ ભક્તોના ભારે પ્રવાહ ની સંભાવના પગલે ભક્તોની સુરક્ષા તેમજ સરકારની કોરોના ની ગાઈડલાઈન નું પાલન કરવા પાવાગઢ ખાતે ૧૦ પી.એસ.આઇ સહિત ૧૫૦ જેટલા પોલીસકર્મીઓ ને બંદોબસ્તમાં લગાવવામાં આવ્યા હતા
જાેકે સવારના સમયે મોટી સંખ્યામાં વાહનોનો કાફલો તળેટી ખાતે આવી પહોંચતા ડુંગર પર પાર્કિંગની અવ્યવસ્થા ન સર્જાય તેમજ એક સાથે વધુ યાત્રિકો ભેગા ન થઈ જાય તે માટે પાવાગઢ પોલીસ દ્વારા થોડો થોડો સમય માટે યાત્રિકોને તળેટી ખાતે રોકી રાખવામાં આવેલ.
તેમ છતાં ટ્રાફિક વધી જતા હાલોલ પાવાગઢ માર્ગ વચ્ચે ટીંબી પાટીયા પાસેથી પાવાગઢ તરફ ટ્રાફિક અટકાવી વડા તળાવ થઈ પાવાગઢ તરફ રવાના કરવામાં આવતો હતો જ્યારે જેમ જેમ યાત્રિકો માતાજીના દર્શન કરી પરત ફરે અને મચી ખાતે ટ્રાફિક હળવો થાય
ત્યારબાદ તળેટીમાં રહેલાં વાહનો ઉપર જવા દેવામાં આવતા હતા. જેને લઇ થોડાક સમય માટે તળેટી ખાતે વધુ ટ્રાફિક થયેલો જાેવા મળ્યો હતો. જાેકે પોલીસે વધુ ભીડ ભેગી ના થાય તેવી રીતે ગાઈડ લાઈન નું પાલન થાય તેવી રીતે યાત્રિકોને ઉપર જવા દેવામાં આવતા હતા.