Western Times News

Gujarati News

ભરૂચમાં બે મકાનો ધરાશાયી

(પ્રતિનિધિ) ભરૂચ, વરસાદી માહોલ માં ભરૂચ માં બે અલગ અલગ વિસ્તારો માં બે મકાનો ધરાશયી થવા સાથે એક ફળીયા માં ભૂવો પડતા ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો.ભરૂચ ના બળેલી કહો વિસ્તાર માં આવેલ એક જોખમી ઈમારત ઉતારવાની કામગીરી ચાલી રહી હતી તે દરમ્યાન અચાનક ધરાશયી થતા ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો.ભરૂચ ફાયર બ્રિગેડે દોડી જઈ કાટમાળ હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો.સદ્દનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

આજરીતે સૈયદ વાળ પાસે ના નજીક ખાટકીવાડ વિસ્તારમાં એક મકાન ની દીવાલ ધરાશયી થઈ હતી.જેને લઈને દોડધામ મચી જવા પામી હતી.જો કે આ બનાવ માં પણ સદ્દનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. આ ઉપરાંત ભરૂચ ના શેઠ ફળીયા માં અચાનક જમીન બેસી જતા ભૂવો પડ્‌યો હતો.જેથી રહીશો માં ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો. ભરૂચ નગર પાલિકા દ્વારા જોખમી ઈમારતો ના માલીકો ને નોટીસો પાઠવતા પોતાની ફરજ પૂરી કરી હોવાનો સંતોષ માનવામાં આવે છે જેથી આ રીતે ચોમાસા દરમ્યાન જોખમી ઈમારતો ધસી પડવાના બનાવો બની રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.