તમારી મજબૂત રોગપ્રતિકારક વ્યવસ્થા સાઇટોકાઇન સ્ટોર્મ તરફ દોરી શકે
જો તમે યુવાન અને સ્વસ્થ છો અને કોવિડ-19 પોઝિટિવ થયા હતા – તો સાવધાન! શરીર અને શરીરની કામગીરીમાં થઈ રહેલા હળવા ફેરફારોને પર પણ ધ્યાન આપજો. તમારી સ્વસ્થ અને મજબૂત રોગપ્રતિકારક ક્ષમતા સાઇટોકાઇન સ્ટોર્મ સામે નબળી પડી શકે છે. યુવાનો (18થી 45 વર્ષની વયજૂથ) વચ્ચે સાઇટોકાઇન સ્ટોર્મના કેસમાં વધારો જોવા મળ્યો છે. એના દર્દીઓમાં કોવિડ-19 પોઝિટિવ દર્દીઓ અને રસી લીધેલા થોડા દર્દીઓ સામેલ છે.
આપણા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા આપણું સુરક્ષાકવચ છે અને વિવિધ પ્રકારના ઇન્ફેક્શન સામે આપણા મુખ્ય અંગોનું રક્ષણ કરે છે. રોગપ્રતિકારક વ્યવસ્થામાં કોષો વાયરલ ઇન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન, ફંગલ ઇન્ફેક્શન વગેરેને ઓળખે છે અને તેમનો નાશ કરવા આક્રમણ કરે છે.જ્યારે શરીર વાયરસનો નાશ કરવાના પ્રયાસ સ્વરૂપે પોતાના કોષો અને પેશીઓ પર આક્રમણ કરવાનું શરૂ કરે છે, ત્યારે સાઇટોકાઇન સ્ટોર્મ થાય છે.
અપોલો હોસ્પિટલ્સ અમદાવાદના સિનિયર કન્સલ્ટન્ટ, ચેસ્ટ અને ક્રિટિકલ કેર ડો. મનોજ સિંધના મત મુજબસાઇટોકાઇન સ્ટોર્મ સાર્સ-કોવ-2ની ગંભીરતા નક્કી કરવામાં સીધી ભૂમિકા ભજવે છે. તેમણે જણાવ્યું હતું કે, “સાઇટોકાઇન્સ બીજું કશું નથી, પણ શરીરના વિવિધ કોષો દ્વારા બનતાં નાનાં નાનાં ગ્લાયકોપ્રોટિન્સ છે.
આ સાઇટોકાઇન્સ વિવિધ પ્રકારની કામગીરી ધરાવે છે, જેમાં અંતઃસ્ત્રાવની પ્રક્રિયા અને રોગપ્રતિકારક પ્રતિક્રિયા સામેલ છે. જ્યારે ઇન્ફ્લેશનના પ્રતિકારક સ્વરૂપે સાધારણ કરતા અતિ ઊંચા દરે વિવિધ સાઇટોકાઇન્સ બને છે, ત્યારે સાઇટોકાઇન સ્ટોર્મ થાય છે.
સાઇટોકાઇન્સનું વધારે ઉત્પાદન થવાથી ઇજા થયેલા કે બળતરા અનુભવતા કે સોજો આવી ગયેલી જગ્યા પર વધારે રોગપ્રતિકારક કોષોની જરૂર પડશે, જે અંગને નુકસાન થવાની સંભવિતતા તરફ દોરી જાય છે.અહીં સ્વાભાવિક રીતે એવું બને છે કે, શરીર વાયરસ સામે લડવાને બદલે એના પોતાના કોષો, પેશીઓ સામે લડે છે, જે અંગને નુકસાન અને અંગના ફેઇલ્યર જેવી ઘટનાઓ તરફ દોરી જાય છે.”સામાન્ય રીતે આ ઘટના ઓટોઇમ્યુન, થોડા ઇન્ફેક્ટિવ કેસો અને હવે કોવિડ-19માં જોવા મળે છે.
“જ્યારે યુવાન દર્દીઓની વાત આવે છે, ત્યારે તેમની રોગપ્રતિકારક ક્ષમતા વધારે સક્રિય હોવાથી તેમની અંદર સાઇટોકાઇન સ્ટોર્મ થવાનું જોખમ વધારે છે. જો એનું નિદાન ન થાય, તો દર્દી માટે સાઇટોકાઇન સ્ટોર્મ જીવલેણ બની શકે છે, જેને સાઇટોકાઇન સ્ટોર્મ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે.
આ અનિયંત્રિત અને ઇન્ફ્લેમેટરી (સોજા કે દાહના સંબંધમાં) પ્રતિસાદ આપવામાં રોગપ્રતિકારક વ્યવસ્થાની ભૂમિકાની યાદ અપાવે છે. અન્ય કોઈ બિમારીની ગેરહાજરીમાં પણ બીજી લહેર દરમિયાન યુવાન દર્દીઓ કોવિડ-19નો ભોગ બન્યાં છે.”ડો. સિંઘે ઉમેર્યું. આ માટે કોવિડ-19નું મોડું નિદાન તેમજ સાઇટોકાઇન સ્ટોર્મ પણ જવાબદાર છે.
શરીર પર રોગપ્રતિકારક વ્યવસ્થા હુમલો કરે પછી એને અનુસરવા સાઇટોકાઇન સ્ટોર્મ તૈયાર હોય છે, જેના પરિણામે ફેંફસાને ગંભીર ઇજા થાય છે અને પછી એકથી વધારે અંગ કામ કરતાં બંધ થઈ જાય છે.
સાઇટોકાઇન સ્ટોર્મને કોવિડ-19 ઇન્ફેક્શનમાં એકથી વધારે અંગ કામ કરતા બંધ થઈ જવાના મુખ્ય કારણો પૈકીનું એક કારણ માનવામાં આવે છે. એટલે અહીં નિદાન અને સમયસર સારવાર અતિ મહત્વપૂર્ણ છે. અમદાવાદમાં સ્થાનિક હોસ્પિટલોમાં સાઇટોકાઇન સ્ટોર્મના કેસ છે.