અશોક લેલેન્ડે ઇએસજી લક્ષ્યાંકોને આગળ વધારવા બોર્ડની નવી સમિતિની રચના કરી
ચેન્નાઈ, ભારતની અગ્રણી કમર્શિયલ વ્હિકલ ઉત્પાદક અને હિંદુજા ગ્રૂપની ફ્લેગશિપ કંપની અશોક લેલેન્ડએ આજે જાહેરાત કરી હતી કે, તાજેતરમાં સંપન્ન થયેલી બોર્ડની બેઠકમાં સ્વતંત્ર ડાયરેક્ટરના નેતૃત્વમાં પર્યાવરણીય, સામાજિક અને વહીવટી (ઇએસજી) સમિતિની રચના કરવામાં આવી છે. આ નવી ઇએસજી સમિતિની ભૂમિકા કંપની મુજબ ઇએસજી પહેલો, પ્રાથમિકતાઓ અને અગ્રણી ઇએસજી પ્રેક્ટિસ પર કંપનીની સફરમાં ઉચિત જાણકારી અને માર્ગદર્શન પ્રદાન કરવાની રહેશે.
આ સમિતિની રચનાની જાહેરાત કરતા અશોક લેલેન્ડના ચેરમેન શ્રી ધીરજ હિંદુજાએ કહ્યું હતું કે, “અમને અમારા બોર્ડની આ નવી ઇએસજી સમિતિની રચના કરવાની ખુશી છે. આ સમિતિ વ્યવસાયમાં ઇએસજીની અગ્રણી પ્રેક્ટિસની સ્વીકાર્યતાને વેગ આપવામાં મદદરૂપ થશે તથા પર્યાવરણને અનુકૂળ અને સામાજિક રીતે જવાબદાર પાસાં પર વધારે ધ્યાન કેન્દ્રિત કરશે. એની પાછળ અમે જ્યાં કામ કરીએ છીએ ત્યાં લોકો, વ્યવસાયો અને સમુદાયો માટે પર્યાવરણને અનુકૂળ અને સતત તકોનું સર્જન કરવાનો વિચાર છે.”
ઇએસજી સમિતિ પર ટિપ્પણી કરતાં અશોક લેલેન્ડના એમડી અને સીઇઓ શ્રી વિપિન સોંઢીએ કહ્યું હતું કે, “જ્યારે અમે અમારા વિઝન ‘ટોચની 10 ગ્લોબલ સીવી કંપનીઓમાં સ્થાન મેળવવાના’ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ત્યારે અશોક લેલેન્ડમાં અમારી કામગીરીના હાર્દમાં સમાજ પ્રત્યેની જવાબદારી છે. 70 વર્ષથી વધારે સમયથી અમે અમારા કર્મચારીઓ, ગ્રાહકો, સમુદાયો, વેલ્યુ ચેઇન પાર્ટનર્સ અને રોકાણકારોના હિત માટે કટિબદ્ધ છીએ તેમજ આ પ્રતિબદ્ધતાનો પાયો છે – સસ્ટેઇનેબિલિટી. આ સમિતિની રચના ઇએસજી એજન્ડાના આગળ વધારવાના અમારા પ્રયાસોને વેગ આપશે.”
અશોક લેલેન્ડના સ્વતંત્ર ડાયરેક્ટર શ્રી જોઝ મારિયા અલાપોન્ટે ઉમેર્યું હતું કે, “આ સમિતિનો ઉદ્દેશ પર્યાવરણ, કોર્પોરેટ સામાજિક જવાબદારી, કોર્પોરેટ વહીવટી અને કંપની માટે પ્રસ્તુત અન્ય સરકારી નીતિગત બાબતો પ્રત્યે અશોક લેલેન્ડની કટિબદ્ધતાને માર્ગદર્શન અને ટેકો આપવાનો રહેશે.”
અશોક લેલેન્ડમાં ઇએસજી પહેલો શ્રી એન વી બાલાચંદરના નેતૃત્વમાં હાથ ધરવામાં આવશે. ઇએસજીના પ્રેસિડન્ટ તરીકે તેઓ કંપનીની અંદર સસ્ટેઇનેબિલિટી એજન્ડાને આગળ વધારશે તથઆ ઓટો ઉદ્યોગ માટે સસ્ટેઇનેબિલિટીમાં નવા માપદંડો સ્થાપિત કરવા નવરચિત બોર્ડ સમિતિ સાથે કામ કરશે.