ઝઘડિયાના દશા શ્રી માળીવણિક પંચ દ્વારા સમાજની ૧૫૬મી અખોનેમ ની ઉજાણીની ઉજવણી કરી

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા ના દશા શ્રી માળી વણિક પંચ દ્વારા સમાજની ૧૫૬ મી ઉજાણી ની ઉજવણી ચાલુ સાલે કરી છે. બે દિવસના કાર્યક્રમમાં અખોનેમની ઉજવણી કરવા મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાત ભરમાં વસતા વણિક સમાજના લોકો ઝઘડિયા ખાતે ઉજવણીમાં ભાગ લેવા ઉપસ્થિત રહે છે.આયોજકો દ્વારા ઉજાણી નિમિતે જ્ઞાતિજનોનું મિલન સભારંભ, સમૂહ ભોજન,ગરબા,વકૃત્વ સ્પર્ધા તેમજ મહાલક્ષ્મી માતાજીનો હવન,૧૫૬ દીવાની મહાઆરતીનું આયોજન કરવામાં છે. ભાદરવા સુદ આથમ એટલે ઝઘડિયા નગરમાં ઉત્સવ જેવું વાતાવરણ બની જાય છે.આ દિવસે ઝઘડિયાના દશા શ્રી માળી વણિક પાંચ દ્વારા તેમની પરંપરા મુજબ અખોનેમની ઉજાણીની ઉજવણી કરવામાં આવે છે.ચાલુ સાલે વણિક સાંજ દ્વારા ૧૫૬મી ઉજાણીની ઉજવણી ખુબ ધામધૂમથી કરી છે.
બે દિવસીય ઉજાણીના કાર્યક્રમમાં ભાગ લેવા મુંબઈ, વાપી, વલસાડ, બોરડી, સુરત, અંકલેશ્વર, ભરૂચ, વડોદરા,અમદાવાદ થી સમાજના લોકો આવ્યા હતા.ઉજાણીના પ્રથમ દિવસે જ્ઞાતિજનોનો સ્નેહમિલન, સમૂહ ભોજન, સમાજના બાળકોની વકૃત્વ સ્પર્ધા, ગરબાના આયોજનો કરવામાં આવ્યા હતા.ઉજાણીના બીજા દિવસે આજે મંગળા આરતી, માતાજીને કેસર સ્નાન, ધજા પૂજન, માતાજીની શોભા યાત્રા જે ઝઘડિયા નગરમાં પાલખી સાથે ફરી હતી.ધજા આરોહણ, માતાજીનો હવન,ધજા અને મહા આરતીની ઉછામણી ના કાર્યક્રમો યોજાયા હતા.
વણિક સમાજ દ્વારા અવિરત છેલ્લા ૧૫૬ વર્ષથી ઝઘડિયા ખાતે આખોનેમ ની ઉજાણીની ઉજવણી કરવામાં આવી રહી છે જેથી આ પરંપરાગત ઉજવણીમાં વણિક સમાજના લોકોની મોટી આસ્થા જોડાયેલી છે.ખુબ ઉત્સાહથી સમાજ આ ઉજાણી ઉજવે છે.*