દેશ અને દુનિયામાં કોરોનાથી થઇ રહેલા મોતનો આંક ચિંતાજનક

Files Photo
નવીદિલ્હી: આજે સમગ્ર દુનિયામાં કોરોના મહામારીએ જનજીવનને ક્ષતિગ્રસ્ત કર્યુ છે. હાલમાં અમેરિકા સંક્રમણથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. દરમ્યાન વિશ્વભરમાં કોરોનાની સંખ્યા વધીને ૧૮.૧ કરોડ થઈ ગઈ છે. જ્યારે આ મહામારીથી મૃત્યુઆંક વધીને ૩૯.૨ લાખ થઈ ગયો છે.
સોમવારે સવારે યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઇ) એ તેના તાજેતરનાં અપડેટમાં જણાવ્યું છે કે, હાલનાં વૈશ્વિક કોરોનાવાયરસ કેસ અને મૃત્યુઆંક અનુક્રમે વધીને ૧૮,૧૦,૪૩,૬૨૬ અને ૩૯,૨૨,૦૭૧ પર પહોંચી ગયા છે. યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ અનુસાર, દુનિયાનાં સૌથી વધરે કેસ અને મોતની સંખ્યા અનુક્રમે- ૩,૩૬,૨૪,૮૭૧ અને ૬,૦૩,૯૬૬ ની સાથે અમેરિકા સૌથી વધુ પ્રભાવિત દેશ છે.
સંક્રમણનાં મામલે ભારત ૩,૦૨,૩૩,૧૮૩ કેસની સાથે બીજા ક્રમે છે. વળી ૩૦ લાખથી વધુ કેસોવાળા અન્ય સૌથી ખરાબ દેશ બ્રાઝિલ (૧૮,૪૨૦,૫૯૮), ફ્રાંસ (૫,૮૩૧,૯૭૨), તુર્કી (૫૪,૦૯,૦૨૭), રશિયા (૫૩,૮૭,૪૮૬), યુકે (૪૭,૪૮,૬૪૪), આજેર્ન્ટિના (૪૪,૦૫,૨૪૭), ઇટાલી (૪૨,૫૮,૦૬૯), કોલમ્બિયા (૪૧,૫૮,૭૧૬) છે, સ્પેન (૩૭,૮૨,૪૬૩), જર્મની (૩૭,૩૪,૪૮૯) અને ઇરાન (૩૧,૬૭,૭૪૧) છે. વળી જાે મોતની સંખ્યાની વાત કરીએ તો બ્રાઝિલ ૫,૧૩,૪૭૪ સાથે બીજા ક્રમે છે. ભારત (૩,૯૫,૭૫૧), મેક્સિકો (૨,૩૨,૫૬૪), પેરુ (૧,૯૧,૫૮૪), રશિયા (૧,૩૧,૦૭૦), યુકે (૧,૨૮,૩૬૪), ઇટાલી (૧,૨૭,૪૭૨), ફ્રાંસ (૧,૧૧,૧૩૦) અને કોલમ્બિયા (૧,૦૪,૬૭૮) માં ૧,૦૦,૦૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર તાાજેતરમાં શાંત થઈ ગઈ છે, પરંતુ મૃત્યુઆંક અટક્યો નથી. છેલ્લા ૨૪ કલાકમાં, કોવિડ-૧૯ નાં કારણે ૯૭૯ લોકોનાં મોત નીપજ્યાં છે અને ૪૬,૧૪૮ નવા કેસની પુષ્ટિ થઈ છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરનાં આંકડા મુજબ, દેશભરમાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને ૩,૦૨,૭૯,૩૩૧ થઇ ગઇ છે અને મૃત્યુઆંક ૩,૯૬,૭૩૦ પર પહોંચી ગયો છે.
કોરોનાથી ઠીક થઇ રહેલા લોકોનો દર વધીને ૯૬.૮૦ ટકા થયો છે અને દૈનિક પોઝિટિવિટી રેટ ૨.૯૪ ટકા છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૫૮,૫૭૮ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જેનાથી અત્યાર સુધીમાં કુલ ડિસ્ચાર્જની સંખ્યા ૨,૯૩,૦૯,૬૦૭ પર પહોંચી ગઈ છે. દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા ૫,૭૨,૯૯૪ છે. સવારે ૭ વાગ્યા સુધી જાહેર કરવામાં આવેલા રસીકરણનાં આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કુલ ૩૨,૩૬,૬૩,૨૯૭ લોકોને વેક્સિન આપવામાં આવી છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭,૨૧,૨૬૮ લોકોને વેક્સિન આપવામાં આવી છે.