Western Times News

Gujarati News

કાશ્મીરમાં ૨ શીખ યુવતીઓનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં ધર્મ પરિવર્તનનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શ્રીનગરમાં બે શીખ યુવતીઓને બંદૂકની અણીએ કિડનેપ કરાઈ અને ત્યારબાદ તેમના નિકાહ મોટી ઉંમરના બીજા ધર્મના વ્યક્તિ સાથે કરી દેવાયા. આ મામલે શિરોમણી અકાલી દળના નેતા મનજિન્દર સિહ સિરસાએ શ્રીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું.
સિરસાએ શીખ સમુદાયના એક ડેલિગેશન સાથે ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાની પણ મુલાકાત કરી અને ધર્મ પરિવર્તનના આ મામલાની જાણકારી આપી. ઉપ રાજ્યપાલ તરફથી ભરોસો વ્યક્ત કરાયો છે

જલદી તે યુવતીઓની પરિવારમાં વાપસી કરાવવામાં આવશે. સિરસાએ આ મુલાકાત બાદ કહ્યું કે બે યુવતીઓનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવીને તેમના નિકાહ કરવામાં આવ્યા. આ કિસ્સા બાદ શીખ યુવતીઓની સુરક્ષાને લઈને મોટો સવાલ ઉભો થયો છે. આ કારણે ઉપ રાજ્યપાલને હસ્તક્ષેપની અપીલ કરાઈ છે.

ઉપ રાજ્યપાલને મળીને મનજિન્દર સિંહ સિરસાએ એક કાયદાની પણ માગણી કરી છે જેથી કરીને ધર્મ પરિવર્તનના આવા મામલાઓ પર રોક લગાવી શકાય. આ ઉપરાંત રાજ્યમાં એક લઘુમતી આયોગની રચનાની પણ માગણી કરવામાં આવી જેના પર તેમણે સહમતિ વ્યક્ત કરી છે. ઉપ રાજ્યપાલે સિરસાને આ મામલે કડક કાર્યવાહીની ખાતરી પણ આપી છે.

મનજિન્દર સિંહે આ મામલે કેન્દ્ર સરકાર પાસે પણ મદદની ગુહાર લગાવી છે. દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન કમિટીના ચીફ સિરસાએ કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મામલે હસ્તક્ષેપ કરવો જાેઈએ અને શીખ યુવતીઓની સુરક્ષા માટે જેમ બને તેમ જલદી એક કાયદો લાવવો જાેઈએ. આ ઉપરાંત તેમણે કાશ્મીરના મુસ્લિમ ધર્મગુરુઓને પણ શીખ સમુદાયનો સાથ આપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે કાશ્મીરના મુસ્લિમ નેતાઓએ આગળ આવીને આવા ધર્મ પરિવર્તન વિરુદ્ધ અવાજ ઉઠાવવો જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.