Western Times News

Gujarati News

મોટી ઇસરોલથી પદયાત્રા કરી રાજપુર રામદેવ મંદિરે નોમના નેજા ચઢાવી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી

(પ્રતિનિધિ) મોડાસા, દ્વારિકાધીશના અવતાર ભગવાન બાબા રામદેવજીના રામદેવ મંદિરે ઠેર ઠેર નોમના નેજા ચઢાવીને શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી.ભાદરવા માસમાં રણુજામાં એક કરોડ જેટલા ભાવિકો જ્યારે પગપાળા,એસટી બસો, ખાનગી વાહનોમાં, રેલવેમાં રણુજા પહોંચીને યાત્રા કરે છે ત્યારે મોટાભગના ભાવિકો નોમના નેજા ચઢાવીને ધન્ય બને છે.
બીજી તરફ દેશભરમાં, રાહસ્થાન-ગુજરાતમાં બાબાનો મહિમા અપરંપાર છે ત્યારે દરેક મંદિરોએ નોમના નેજા ચડાવવાના મહિમા મુજબ આ વર્ષે પણ આજે નોમના દિવસે ઠેર ઠેર નેજા ચઢાવ્યા હતા.

અરવલ્લી જિલ્લામાં પ્રસિદ્ધ રાજપુર-મહાદેવગ્રામ રામદેવ મંદિરે ગામ-ગામથી હાથમાં નવરંગી નેજા સાથે ભાવિકો પગપાળા પહોંચીને નેજા ચડાવ્યા હતા.આજે મોટી ઇસરોલ ગામેથી સ્વ .પૂંજાભાઈ જેઠાભાઇ પટેલ પરિવારના સભ્યો,આસપાસના રહીશો,મિત્રો-તબીબબ મિત્રો અને પત્રકાર મિત્રો,સ્નેહીઓ-,કુટુંબીજનો,ગ્રામજનો પત્રકાર હાર્દિક પટેલ-રીંકલ પટેલના પુત્ર પ્રેયના જન્મ નિમિત્તે પ્રથમ ભાદરવી નોમના નવરંગી નેજા સાથે પદયાત્રા કરીને,ડીજેના તાલે નાચતા ઝૂમતા આબાલવૃદ્ધ સૌ કોઈ રાજપુર પહોંચીને નેજા ચડાવ્યા ત્યારે જય બાબારીના નાદથી અંતરિક્ષ ગુંજી ઉઠ્‌યું હતું.આ પ્રસંગે રામદેવ ઉપાસક પૂજ્ય હીરાદાદા એ આશીર્વાદ પાઠવ્યા હતા. સમગ્ર પરિવાર અને સૌ સ્નેહીઓ-મિત્રો પદયાત્રામાં જોડાયા હતા.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.