Western Times News

Gujarati News

યુપી હાઈવે પર બસ અને પિકઅપ પલટી જતાં ૫ લોકોના મોત

મુરાદાબાદ: ઉત્તર પ્રગેશના મુરાદાબાદમાં નેશનલ હાઈવે-૯ પર વહેલી સવારે મોટી ઘટના બની છે. આ હાઈવે પર એક બસ અને એક પિકએપ પલટી ખાઈ ગઈ છે. ઘટનામાં અત્યાર સુધી ૫ લોકોના મોતની જાણકારી મળી છે. જ્યારે ૧૨ કરતા વધારે લોકોના ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા છે.

ઘાયલોની સારવાર માટે તેમને હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. ત્યાં જ ઘટના સ્થળ પર પોલીસ પહોંચી ગઈ છે. ઘટનામાં મુરાદાબાદ વિસ્તારના પાકબડા ક્ષેત્ર સ્થિત લખનૈઉ હાઈવે પર થયો છે. અહીં એક ડબલ ડેકર બસે આગળ ચાલી રહેલી પિકઅપને ટક્કર મારી દીધી છે. ટક્કર એટલી જાેરદાર હતી કે બન્નેની ગાડીઓ અનિયંત્રિત થઈને પલટી ખાઈ ગઈ.

ઘટનામાં અત્યાર સુધી ૫ લોકોના મોતની ખબર આવી રહી છે. જ્યારે ૧૨થી વધારે લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર લોકોની સંખ્યા હજુ પણ વધી શકે તેમ છે. પિકઅપમાં સવાર એક વ્યક્તિએ જણાવ્યું કે તે પંજાબમાં મજૂરી કરતા હતા અને ત્યાંથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. પોલીસે રસ્તામાં પિકઅપને રોકવાનો ઈશારો કર્યો અને જેવી પિકઅપની ઝડપ ઓછી થઈ. પાછળથી આવી રહેલી બસે તેને ટક્કર મારી દીધી જેના કારણે ગાડી પલટી ખાઈ ગઈ. તેમણે જણાવ્યું કે આ ઘટનામાં તેમના બે સાથી આશીષ, સુરેશ અને નન્હેનું મોત થઈ ગયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.