સ્કેચર્સે એના લેટેસ્ટ કલેક્શન માટે અભિનેત્રી અનન્યા પાંડે સાથે જોડાણ કર્યું
કંપનીની નવી ઓફરમાં ભારતમાં સ્કેચર્સ એનર્જી રેસર સ્નીકર્સ અને સ્કેચર્સ ડી’લાઇટ્સનું લોંચ સામેલ છે
મુંબઈ, અમેરિકામાં હેડક્વાર્ટર ધરાવતી ગ્લોબલ લાઇફસ્ટાઇલ અને પર્ફોર્મન્સ ફૂટવેર બ્રાન્ડ સ્કેચર્સે એના નવા કલેક્શન સાથે અભિનેત્રી અનન્યા પાંડેને ચમકાવતું એના અભિયાન #OriginalsKeepMovingને વધાર્યું છે. આ અભિયાનમાં ભારતમાં સ્કેચર્સ એનર્જી રેસર તથા પુરુષો અને મહિલાઓ માટે લોકપ્રિય સ્કેચર્સ ડી’લાઇટ્સનું લોંચિંગ સામેલ હશે.
સ્કેચર્સ સાઉથ એશિયાના સીઇઓ રાહુલ વીરાએ કહ્યું હતું કે, “અનન્યા સાથે સંયુક્તપણે અમે બમણો રોમાંચ લેવા આતુર છીએ, કારણ કે અમે સમગ્ર ભારતમાં ડી’લાઇટ્સની રેન્જ સાથે એનર્જી રેસર લોંચ કરીએ છીએ – જેમાં ડી’લાઇટ્સની માગ એના લોંચ પછી સ્નીકરપ્રેમીઓમાં સારી છે. અમે તમામ પ્રકારના ટેસ્ટને અપીલ કરતી ફેશન સાથે અભિવ્યક્તિની મિશ્ર સ્ટાઇલને જાળવીને નવીનતાનું પાસું ફરી લાવ્યાં છીએ અને અમારું માનવું છે કે, અનન્યા સાથે સ્કેચર્સનું આ નવું અભિયાન યુવા પેઢીના ઓરિજિનલ ઉત્સાહને વ્યક્ત કરે છે, જે તેમને અસરકારક રીતે સ્ટાઇલ સ્ટેટમેન્ટ વ્યક્ત કરવા અને અમારી ડિઝાઇનોને વિશિષ્ટતા આપવામાં મદદરૂપ થશે.”
આ વિશે અનન્યા પાંડેએ ઉમેર્યું હતું કે, “જ્યારે સ્કેચર્સનું નવું કલેક્શન પ્રસ્તુત થાય છે, ત્યારે ટ્રેન્ડી અને સુવિધાજનક સ્નીકર્સ માટેનો મારો પ્રેમ જાગે છે. ખાસ કરીને આ કલેક્શનની હું આતુરતાપૂર્વક રાહ જોતી હતીઃ સ્કેચર્સ ડી’લાઇટ્સની રેન્જ મનપસંદ છે અને એનર્જી રેસર મારી ફેશન દ્વારા મારી જાતને વ્યક્ત કરવાનું સ્વાભાવિક એક્ષ્ટેન્શન છે. હકીકત એ છે કે, #OriginalsKeepMoving અભિયાનના ભાગરૂપે આ લોંચ થયા છે, જે મારા માટે વધારે આનંદની વાત છે, કારણ કે મને એના સંદેશમાં વિશ્વાસ છેઃ જીવનમાં અસલી જ આગળ વધે છે અને પરિવર્તન કરી શકે છે, પછી ભલે ગમે એટલા અવરોધો આવે.”
પોતાના મજબૂત પ્લેટફોર્મ્સ માટે આઇકોનિક સ્કેચર્સ ડી’લાઇટ્સની રેન્જ વિવિધ રંગો સાથે સ્પ્રિંગ અને સમરની સકારાત્મક સ્ટાઇલ સ્ટેટમેન્ટનું પ્રતિબિંબ છે – ત્યારે એનર્જી રેસરની રેન્જ દરેક વોર્ડરોબ માટે ટ્રેન્ડી સ્ટાઇલને વેગ આપીને સફળતા તરફ દોરી જાય છે. આ કલેક્શન અનન્યા પાંડે સાથે ઓટોમન/વિન્ટર 2020માં પ્રસ્તુત ફેશન મૂવમેન્ટ – #OriginalsKeepMoving અભિયાનના નવો તબક્કામાં સામેલ થશે તથા જ્યારે સતત અગ્રેસર થવા અને પડકારો ઝીલવા ઓરિજિનલ વ્યક્તિઓ નવી રીતો શોધે છે, ત્યારે ચમત્કાર કરી શકે છે.
નવું કલેક્શન સમગ્ર દેશમાં સ્કેચર્સના રિટેલ આઉટલેટ્સમાં ઉપલબ્ધ થશે તથા Skechers.in પર ઓનલાઇન મળશે. વર્ષ 2012માં સ્કેચર્સ ઇન્ડિયા શરૂ થયા પછી કંપનીએ સમગ્ર દેશમાં પુરુષો, મહિલાઓ અને બાળકો માટે એના 3,000 ફૂટવેરની બહોળી રેન્જ પ્રસ્તુત કરવાની સાથે લગભગ દરેક કેટેગરીમાં એપેરલ અને એક્સેસરીઝ પ્રસ્તુત કરી છે.