Western Times News

Gujarati News

ગાંધીનગરની યુવતીને નગ્ન ફોટા મોકલી બિભત્સ માગણી કરનારો શખ્સ પકડાયો

પ્રતિકાત્મક

ગાંધીનગર: ગાંધીનગરની યુવતી સાથે સાદી ડોટકોમ વેબસાઇટ પરીચય કેળવીને ન્યુડ ફોટા મોકલી અભદ્ર ભાગણી કરી વારંવાર પરેશાન કરતા ભુજના પરિણીત યુવક વિરૂધ ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ થતાં આરોપીને પોલીસે ઝડપી લીધો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભુજના સંસ્કારનગર સ્થિત અંકુર સોસાયટીમાં રહેતા કુશ ઠાકુર ઉર્ફે કુશ દિનેશભાઇ માણેક નામના પરિણીત યુવકે સાદી ડોટકોમની મેટ્રીમોનીયલ વેબસાઇટ પર ગાંધીનગરની એક યુવતીને રીક્વેસ્ટ મોકલીને પરીચય કેળવ્યો હતો. બાદમાં યુવતીના વોટ્‌સએપ નંબર પર અંકુશે ન્યુડ ફોટા મોકલીને અભદ્ર માગણી કરવાનું ચાલુ કરી દીધું હતું. જેથી ભોગબનાર યુવતીએ આરોપીનો નંબર બ્લોક કરી દીધો હતો. તેમ છતાં આરોપી અલગ અલગ નંબરોથી યુવતીને હેરાન પરેશાન કરતો હતો.

આરોપી વિરૂધ યુવતીએ નેશનલ સાયબર ક્રાઈમ રીપોર્ટીંગ પોર્ટલ ૫૨ ફરિયાદ કરતાં આ મામલે ગાંધીનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને તપાસ હાથ ધરી તપાસ દરમિયાન પોલીસે પગેરૂ દબાવતાં આરોપી ભુજના સંસ્કારનગરમાં અંકુર સોસાયટીમાં હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપીની અટક કરી આરોપીએ અન્ય યુવતીઓને પરેશાન કરી છે કે,

 

કેમ તે સહિતની તપાસ હાથ ધરી છે. કાર્યવાહીમાં પીઆઈ પી.એન.ઝાલા સહિતનો સ્ટાફ જાેડાયો હતો. આરોપીની સાયબર ક્રાઇમ દ્વારા આરોપીને ગાંધીનગર પોલીસ મથકમાં હાજર થવાનું જણાવતાં આરોપીની માતા કુસુમબેન માણેકે પોતે ભાજપના કાર્યકર હોવાનો રોફ બતાવી ગાંધીનગર પોલીસ મથકે પુત્રને હાજર થવાના આક્ષેપનો ઇન્કાર કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.