આણંદના સરદાર પટેલ રોડ પર વૃક્ષરોપણનો કાર્યક્રમ યોજાયો
સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એન. એસ. પટેલ આર્ટસ (ઓટોનોમસ) કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગના ઉપક્રમે આણંદના સરદાર પટેલ રોડ પર વૃક્ષરોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રોડની બાજુમાં લીમડા અને પીપળાના વૃક્ષો એન. એસ. એસ. સ્વયંસેવકો દ્વારા રોપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં કોલેજના આચાર્યશ્રી ડૉ. મોહનભાઇ પટેલ, કાઉન્સેલર નીલ પટેલ તથા કલ્પેશ પટેલ અને ડૉ. આશવભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન એન. એસ. એસ. વિભાગના ડૉ. બી. બી. વાઘેલા, ડૉ. નિલાબેન ચંપાવત, ડૉ. મુકેશ મિસ્ત્રી અને ડૉ. શૈલેષગિરી ગોસાઈએ કર્યું હતું.