ઓસ્ટ્રેલિયામાં કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ મોટી મુસિબત બની રહ્યો છે

FIles PHoto
સિડની: ઓસ્ટ્રેલિયામાં કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ હવે મોટી મુસિબતને લઇને આવી રહ્યો છે. અંદાજે ૧૦ મિલિયન ઓસ્ટ્રેલિયન લોકો માટે આ એક મોટી સમસ્યા બનીને આવી રહ્યો છે. જેના કારણેે હવે લોકોને લોકડાઉનમાં રહેવાની ફરજ પડી રહી છે. હવે ઓસ્ટ્રેલિયાનાં બ્રિસ્બેનમાં પણ લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે. બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાનું ચોથું શહેર બન્યુ છે, જ્યાા લોકડાઉન લાદવામાં આવ્યુ છે. બ્રિસ્બેનમાં કુલ ત્રણ દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે.
જે મંગળવાર સાંજથી શરૂ થશે. જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયામાં બ્રિસ્બેન પહેેલા સિડની, પર્થ અનેે ડાર્વિનમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ક્વીંસલેંડનાં અધિકારીનાં કહેવા મુજબ વિદેશીઓનું આગમન વાયરસ સાથે થવાથી મુખ્ય શહેરોમાં લોકડાઉન કરવામાં આવ્યુ છે. બ્રિસ્બેનની આસપાસનાં વિસ્તારોને પણ લોકડાઉન હેઠળ આવરી લેવામાં આવ્યાં છે. ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી ૩૦,૫૦૦થી વધારે લોકો સંક્રમિત થયા છે અને ૯૧૦ લોકોનાં કોરોનાથી મોત થઇ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા અત્યાર સુધીમાં કોરોના વાયરસ મહામારીને નિયંત્રિત કરવામાં સફળ રહ્યું છે. ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી ૩૦,૫૦૦થી વધારે લોકો સંક્રમિત થયા છે અને ૯૧૦ લોકોનાં કોરોનાથી મોત થયા છે. લોકડાઉન, માસ્ક અને સોશિયલ ડિસ્ટેસિંગનાં કડક નિયમોનાં કારણે ઓસ્ટ્રેલિયા આ સફળતા મેળવી શક્યું છે. પરંતુ વધારે સંક્રમણ ડેલ્ટા વેરિયંટનાં કારણે અહીંયા ફેલાવાનો ખતરો હાલ ઉભો થયો છે. ઓસ્ટ્રેલિયાનાં ચારેય શહેરોમાં લોકોને જરૂરી કામ, વ્યાયામ, કરિયાણું કે દવા ખરીદવા સિવાય ઘરની બહાર નહીં નીકળવાનો આદેશ કરાયો છે.
ઓસ્ટ્રેલિયામાં કોરોના વેક્સિનનાં ૭.૪ મિલિયન ડોઝ આપવામાં આવ્યાં છે, જેમાંથી પાંચ ટકા લોકોએ બંને ડોઝ લઇ લીધા છે. ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર તાાજેતરમાં શાંત થઈ ગઈ છે, પરંતુ મૃત્યુઆંક અટક્યો નથી. છેલ્લા ૨૪ કલાકમાં, કોવિડ-૧૯ નાં કારણે ૯૦૭ લોકોનાં મોત નીપજ્યાં છે અને ૩૭,૫૬૬ નવા કેસની પુષ્ટિ થઈ છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરનાં આંકડા મુજબ, દેશભરમાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને
૩,૦૩,૧૬,૮૯૭ થઇ ગઇ છે અને મૃત્યુઆંક ૩,૯૭,૬૩૭ પર પહોંચી ગયો છે. કોરોનાથી ઠીક થઇ રહેલા લોકોનો દર વધીને ૯૬.૮૭ ટકા થયો છે અને દૈનિક પોઝિટિવિટી રેટ ૨.૧૨ ટકા છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૫૬,૯૯૪ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે,
જેનાથી અત્યાર સુધીમાં કુલ ડિસ્ચાર્જની સંખ્યા ૨,૯૩,૬૬,૬૦૧ પર પહોંચી ગઈ છે. દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા ૫,૫૨,૬૫૯ છે. સવારે ૭ વાગ્યા સુધી જાહેર કરવામાં આવેલા રસીકરણનાં આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કુલ ૩૨,૯૦,૨૯,૫૧૦ લોકોને વેક્સિન આપવામાં આવી છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૨,૭૬,૪૫૭ લોકોને વેક્સિન આપવામાં આવી છે.