ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં આતંકવાદીઓ દ્વારા ડ્રોનના ઉપયોગનો મુદ્દો ઉઠાવ્યો
નવીદિલ્હી: જમ્મુના એરફોર્સ સ્ટેશન પર થયેલા વિસ્ફોટો બાદ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં આતંકવાદીઓ દ્વારા ડ્રોનના ઉપયોગનો મુદ્દો ઉઠાવ્યો. વિશેષ સચિવ (આંતરિક સુરક્ષા) વીએસકે કૌમુદીએ કહ્યું કે અમે આતંકવાદીઓને સરહદ પાર હથિયારોની તસ્કરી માટે માનવરહિત હવાઈ વાહનનો ઉપયોગ કરતા જાેયા છે.
વિશેષ સચિવ વીએસકે કૌમુદીએ કહ્યું કે આતંકવાદી ઉદ્દેશ્યો માટે ઉભરતી નવી ટેક્નોલોજીનો દુરુપયોગ આતંકવાદના સૌથી ગંભીર જાેખમ તરીકે ઊભર્યો છે. તેમણે કહ્યું કે ‘આજે આતંકના પ્રચાર, કટ્ટરતા વધારવા અને કેડરની ભરતી કરવા માટે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા જેવી સૂચના અને સંચાર ટેક્નોલોજીનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત આતંકવાદના ફંડિંગ માટે નવી ચૂકવણી પદ્ધતિઓ અને ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મનો દુરુપયોગ થઈ રહ્યો છે.’
આતંકવાદના વૈશ્વિક સંકટઃ નવા દાયકા માટે હાલના જાેખમ અને ઉભરતા તારણોના આકલન પર બોલતા વીએસકે કૌમુદીએ કહ્યું કે હાલની ચિંતાઓમાં ડ્રોન પણ જાેડાઈ ગયું છે, જે મોટું જાેખમ છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં સભ્ય દેશોની આતંકવાદી વિરોધી એજન્સીઓના પ્રમુખના બીજા ઉચ્ચ સ્તરીય સંમેલનમાં કહ્યું કે, ઓછા ખર્ચવાળો વિકલ્પ અને સરળતાથી ઉપલબ્ધ હોવાના કારણે, આતંકવાદી સમૂહ ડ્રોનનો ગુપ્ત સંગ્રહ, હથિયાર/વિસ્ફોટકોની તસ્કરી અને હુમલા માટે ઉપયોગ કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે દુનિયાભરના દેશો માટે એ જરૂરી છે કે તેઓ નવી ટેક્નોલોજીના દુરુપયોગથી પેદા થતા વૈશ્વિક જાેખમોને પહોંચી વળવા માટે એક મલ્ટી ડાઈમેન્શનલ દ્રષ્ટિકોણ અપનાવે, ખાસ કરીને આતંકવાદ અને આતંકી હુમલાને લઈને સતર્ક થવાની જરૂર છે. ભારતે દુનિયાને આહ્વાન કર્યું કે તે આતંકવાદી પ્રેરણાઓ, ખાસ કરીને ધર્મ અને રાજનીતિક વિચારધારાઓના આધાર પર આતંકવાદનું લેબલ લગાવવાની પ્રવૃત્તિઓ વિરુદ્ધ એકજૂથ રહે.
ભારતે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વૈશ્વિક આતંકવાદી સમૂહો માટે તેમની ટૂલકિટમાં અપરિહાર્ય સંસાધનમાં ફેરવાઈ ગયા છે. જે લોકો વચ્ચે નફરત ફેલાવવા, આતંકવાદી પ્રચાર, અને ષડયંત્રના સિદ્ધાંતોને ફેલાવવા તથા કટ્ટરતા વધારવાનું કામ કરી રહ્યા છે. વીએસકે કૌમુદીએ મહાસભાને જણાવ્યું કે, ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, રોબોટિક્સ, ડીપ ફેક, બ્લોકચેન, ડાર્ક વેબ જેવી વિક્સિત ટેક્નોલોજીમાં નિરંતર પ્રહતિ આતંકવાદીઓ દ્વારા થનારા દુરુપયોગના જાેખમથી ભરેલી છે.’