Western Times News

Gujarati News

આપની સરકાર બની તો ૩૦૦ યૂનિટ વીજળી ફ્રી, જૂના તમામ બિલ માફ કરવામાં આવશે

ચંદીગઢ: આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ પંજાબની જનતાને વાયદો કર્યો છે કે જાે આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીની સરકાર બની તો દિલ્હીની જેમ વીજળીના ભાવ ઓછા કરવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે, જ્યારે અમે વર્ષ ૨૦૧૩માં દિલ્હીમાં પહેલીવાર ચૂંટણી લડ્યા તો લોકોને મનફાવે તેવા બિલ મળતા હતા. સરકાર પંજાબની જેમ જ વીજળી કંપનીઓ સાથે સાંઠગાંઠ કરી રહી હતી. આજે દિલ્હીમાં ૨૪ કલાક વીજળી ખૂબ ઓછા ભાવે મળે છે. આપણે પંજાબમાં પણ આ કરવાનું છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે પંજાબમાં ત્રણ મુખ્ય કામ કરીશું. પહેલું કામ- અમે દરેક પરિવારને ૩૦૦ યૂનિટ મફત વીજળી આપીશું. બીજું કામ- તમામ પેન્ડિગ વીજળી બિલ માફ કરી દેવામાં આવશે અને લોકોના કનેક્શન ફરી શરૂ કરવામાં આવશે. ત્રીજું કામ- ૨૪ કલાક વીજળી પૂરી પાડવામાં આવશે.

કેજરીવાલે કહ્યું કે, આશા છે કે આ ઘોષણાથી ૭૦ ટકા પંજાબના પરિવારોના વીજળી બિલ ઝીરો થઈ જશે. વીજળી ૨૪ કલાક મળશે પરંતુ બિલ નહીં આવે. સરકારમાં આવતાં વીજળીના ઘર કનેક્શનના તમામ બાકી બિલ માફ કરી દેવામાં આવશે. છછઁ સંયોજકે કહ્યું કે, વીજળીના કાપવામાં આવેલા કનેક્શનનું ફરી જાેડાણ કરવામાં આવશે. કાૅંગ્રેસ સરકાર પર નિશાન સાધતાં કેજરીવાલે કહ્યું કે, આ કેજરીવાલની ગરંટી છે, કેપ્ટનનો વાયદો નથી. તેમણે કહ્યું કે, સરકાર બનતા જ તમામ યોજનાઓ લાગુ કરવામાં આવશે. જાેકે ૨૪ કલાક વીજળી આપવામાં થોડો સમય લાગી શકે છે, નવી વ્યવસ્થા ઊભી કરી કરવી પડશે.

આપના સુપ્રીમોએ કહ્યું કે, અમે મફત વીજળી આપવાનો કરિશ્મો દિલ્હીમાં કરીને બતાવ્યો છે અને અમે પંજાબમાં પણ કરીને બતાવીશું. તેમણે કહ્યું કે ખેડૂતોને પહેલાની જેમ પંજાબમાં વીજળી ફ્રી જ મળતી રહેશે. એક સવાલના જવાબમાં કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં જ્યારે અમારી સરકાર બની તો રેવન્યૂ ૩૦ હજાર કરોડ રૂપિયા હતું, જેને વધારીને પોણા બે લાખ કરોડ કરી દેવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, પંજાબમાં નાણાની અછત નથી, જવો દારૂ માફિયા અને અનેક આવા માફિયા પર સકંજાે કસવામાં આવે તો રાજ્યનું રેવન્યૂ વધી શકે છે

અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે પંજાબમાં અમારી સરકાર બનતાની સાથે જ બાકી પેન્ડિંગ બીલો માફ કરવામાં આવશે. જેમ આપણે દિલ્હીમાં ૨૪ કલાક વીજળી આપી છે, તેવી જ રીતે પંજાબમાં પણ ૨૪ કલાક વીજળી આપવામાં આવશે.અરવિંદ કેજરીવાલે અહીં કહ્યું કે આજે દેશની સૌથી મોંઘી વીજળી પંજાબમાં ઉપલબ્ધ છે, તે પણ જ્યારે પંજાબ પોતાની વીજળી ઉત્પન્ન કરે છે. દિલ્હીમાં વીજળી ઉત્પન્ન થતી નથી, તે અન્ય રાજ્યોમાંથી ખરીદવી પડે છે,

તે પછી પણ સસ્તી વીજળી દિલ્હીમાં છે. છેલ્લા એક વર્ષથી, આમ આદમી પાર્ટીના લોકો સસ્તી વીજળી માટે વિરોધ કરી રહ્યા છે. જાેકે, મફત વીજળીના સવાલ પર અરવિંદ કેજરીવાલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે જાે ૧ યુનિટનો ૩૦૦ થી વધુ યુનિટનો ઉપયોગ કરવામાં આવે તો આખું વીજ બિલ દિલ્હીની જેમ ચૂકવવું પડશે.

આ અગાઉ, પંજાબીમાં કરેલા એક ટ્‌વીટમાં કેજરીવાલે કહ્યું હતું કે ‘દિલ્હીમાં અમે દરેક પરિવારને ૨૦૦ યુનિટ મફત વીજળી પ્રદાન કરીએ છીએ. મહિલાઓ આનાથી ખૂબ ખુશ છે. મોંઘવારીથી પંજાબની મહિલાઓ પણ ખૂબ નારાજ છે. આપ સરકાર પંજાબમાં મફત વીજળી પણ આપશે. આવતીકાલે મળીશું ચંદીગઢમાં.

કેજરીવાલનો આ વાયદો ત્યારે સામે આવ્યો છે જ્યારે કોંગ્રેસ હાઈકમાન કેપ્ટન અમરિંદરે પણ ફ્રી વીજળી આપવાના વાયદા પર ભાર આપ્યો છે. કોંગ્રેસ ઈચ્છે છે કે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ફ્રી વીજળી આપવામાં આવશે.

ત્યારપછી આમ આદમી પાર્ટીએ પણ વીજળી અને મોંઘવારી વિશે તેમની ચૂંટણી સ્ટ્રેટેજી તૈયાર કરી છે. પંજાબમાં વીજળીના બિલ ઘણાં વધારે આવી રહ્યા છે. તેનો વિરોધ સરકારી અને બિન-સરકારી કર્મચારીઓની સાથે સાથે વિપક્ષી પાર્ટીએ પણ કર્યો છે. આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે, કેજરીવાલને ચંદીગઢમાં પહેલેથી નક્કી કરેલી જગ્યા પર કાર્યક્રમ કરવાની મંજૂરી આપવામાં નથી આવી. આપે કહ્યું કે, કેપ્ટન કેજરીવાલથી ડરી ગયા છે. જાેકે આ દાવા પછી કેપ્ટને તુરંત મંજૂરી ના આપવાની વાત નકારી દીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.